ઉત્તરાયણમાં તલ-સીંગની ચીકી સાથે લોકો માણી શકશે ફ્લેવર્ડ ચીકીની જયાફત

1179
gandhi912018-8.jpg

ઉતરાયણમાં સાદી ચીકી સાથે ચોકલેટ, મેંગો, પાઈનેપલ અને પાનમસાલા ચીકી લોકો ખાતા થયા. બાળકોમાં ચોકલેટ ફ્લેવર્ડની ડિમાન્ડ વધુ ઉતરાયણમાં તલ-ગોળ સાથે સીંગદાણાની ચીકી-લાડુ ખાવાનો મહિમા હોવાથી આ દિવસોમાં સુરતના ખાણી પીણી બજારમાં ચીકી અને લાડુની ડિમાન્ડમાં વધારો જોવા મળે છે. થોડા સમય પહેલાં ઉતરાયણમાં સાદી ચીકી જ ખવાતી હતી પરંતુ હવે સમય જતાં ઉતારયણમાં પણ ફ્લેવર્ડ ચીકીનો નવો ટ્રેન્ડ શરૃ થયો છે. જેના કારણે સુરતના બજારમાં મેંગો, પાઈનેપલ, મેંગો અને પાન મસાલા જેવી ચીકીનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે. ખાણી પીણીના શોખીન સુરતીઓ દરેક તહેવારને ધમાકેદારરીતે ઉજવી રહ્યાં છે. સુરતીઓની ક્રેઝી ઉજવણી માટેનો તહેવાર આવી રહ્યો છે ઉતરાયણ. ૧૪ જાન્યુઆરીએ સુરતમાં ઉતરાયણ સાથે દિવાળી જેવો માહોલ પણ જાવા મળે છે. વર્ષોથી પરંપરાગત રીતે તલ ગાળની ચીકી ખાવાનું મહત્વ સુરતીઓએ જાળવી રાખ્યું છે પણ હવે તે ટ્રેન્ડ થોડો ફેન્સી બનાવ્યો છે. સુરતના નાણાંવટ વિસ્તારામં ચકીનું વેચાણ કરતાં પપ્પુ ગુપ્તા કહે છે, ગ્રાહકોની ડિમાન્ડના કારણે તેઓ સાદી ચીકી સાથે મેંગો, પાઈનેપલ, અને ચોકલેટ સાથે પાન મસાલા ચીકીનું પણ વેચાણ કરે છે. બાળકોમાં ચોકલેટ અને પાન મસાલા ચીકીનો ક્રેઝ વધુ જોવા મળતો હોવાથી આ ચીકીનું વેચાણ વધુ જોવા મળે છે. ગોપીપુરામાં ચીકીનું વેચાણ કરતાં દિપા વાંકાવાલા કેટલાક બાળકોને દાણા ચાવવા ગમતા ન હોવાથી આવા બાળકો માટે ક્રસ કરેલા દાણાની માવા ચીકીનું પણ વેચાણ કરીએ છીએ. 

Previous articleડિવાઈન સ્કૂલે નાં કરી ફી નિયમન કાયદાની પરવાહ, નક્કી કરી વાર્ષિક દોઢ લાખ ફી
Next articleવિપક્ષ નેતા પરેશ ધાનાણીનું પાટી માણસા ગામે સન્માન