લોકસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનાં મતદાન માટે પ્રચાર ચરમસીમા પર પહોંચ્યો છે. આ વખતની ચૂંટણીમાં દરેક નેતાઓ એકબીજા પર આકરા શાબ્દિક હુમલા કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનરજીએ ફરી એક વખત પીએમ મોદીને ઝાટકયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કરતા જણાંવ્યું કે,પ્રધાનમંત્રી મોદી હિંસા અને કોમી તોફાનોનો આશરો લઇને રાજનિતીમાં આવ્યા છે. આ સાથે જ મમતા બોલ્યા કે કોંગ્રેસ એકલા હાથે કેન્દ્રમાં સરકાર નહિં બનાવી શકે.મમતા બેનરજીએ જણાંવ્યું કે,જો એડોલ્ફ હિટલર જીવીત હોત, તો મોદીનાં કરતૂત જોઇને આત્મહત્યા કરી લેત.પશ્ચિમ બંગાળનાં રાયગંજમાં ચૂંટણી રેલીને સંબોધતા બંગાલી વાઘણે જણાંવ્યું કે, દેશની સૌથી જુની પાર્ટી ભાજપને મ્હાત ન આપી શકી તેથી જ ભાજપનો વિકાસ થયો છે. મમતાએ જણાંવ્યું કે નરેન્દ્ર મોદી કોમી હુલ્લડો(દંગા) અને નરસંહારનાં માધ્યમથી રાજકારણમાં પ્રવેશ્યા છએ. તે ફાસીવાદનાં રાજા છે.
કદાચ એડોલ્ફ હિટલર જીવીત હોય તો મોદીની ગતિવિધી(કરતૂત) જોઇને આત્મહત્યા કરી લેત.
આ સાથે જ મમતા બેનરજી બોલ્યા કે કોંગ્રેસ એકલા હાથે કેન્દ્રમાં સત્તા નહિં બનાવી શકે. રાહુલ ગાંધીને સત્તા મેળવવી હોય તો અન્ય પાર્ટીઓનો સહારો લેવો પડશે. મમતાનો દાવો છે કે દરેક રાજ્યમાં મોદીને હટાવવા માટે ગઠબંધન કરવામાં આવ્યું છે. એક વખત મોદી સત્તાથી બહાર ફેંકાઇ જાય તો આપણે બધા નવા ભારતનાં નિર્માણ માટે કામ કરીશું.