રાફેલ અને નોટબંધી પર ચર્ચા માટે મોદીને પડકાર

454

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાફેલ, નોટબંધી અને નિરવ મોદીના મામલા ઉપર સીધીરીતે ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. રાહુલે આજે કહ્યું હતું કે, તેઓ આ વિષય ઉપર પૂર્ણ તૈયારી કરીને તેની સાથે ચર્ચા પર આવે તે જરૂરી છે. અગાઉ પણ અનેક વખતે વડાપ્રધાનને સીધી ચર્ચા માટે પડકાર ફેંકી ચુક્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદી તેમની સાથે ચર્ચામાં લઇને ભયભતી થયેલા છે. ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન ભ્રષ્ટાચાર ઉપર તેમની સાથે ચર્ચાને લઇને ડરેલા છે પરંતુ તેઓ તેમના રસ્તાને સરળ કરી શકે છે. રાફેલ અને અનિલ અંબાણી, નિરવ મોદી, અમિત શાહ અને નોટબંધી જેવા વિષય ઉપર મોદી તેમની સાથે ચર્ચા કરી શકે છે.

ગાંધી તરફથી અગાઉ પણ ફેંકવામાં આવેલા પડકાર ઉપર ભાજપે વળતા પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ એક બિનજવાબદાર નેતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા આજે કહ્યું હતું કે, કોંગ્રેસના ઘોષણાપત્રમાં તમામ બાબતો ખોટી દેખાઈ રહી છે. કોંગ્રેસના વચનો માત્ર વચનો છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથના નજીકના લોકો ઉપર આવકવેરા વિભાગના દરોડાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસી નેતાઓ છેલ્લા છ મહિનાથી ચોકીદાર ચોર હે બોલી રહ્યા હતા પરંતુ હવે પેટીઓમાંથી નોટો ભરીને મળી રી છે. ઘોષણાપત્રમાં  અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી આજે જુદા જુદા વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત ર્યા હતા. રાહુલ ગાંધી દ્વારા મોદી અને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં આક્ષેપબાજીનો દોર વધારે તીવ્ર બને તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ રાફેલ અને નોટબંધીના મુદાને ચૂંટણી પ્રચાર દરમિયાન વારંવાર ઉઠાવ્યો છે. રાહુલે આક્ષેપ કરતા કહ્યું છે કે, નોટબંધી દેશના સૌથી મોટા કૌભાંડ તરીકે છે. રાફેલના મુદ્દાને પણ રાહુલ ગાંધી વારંવાર ચગાવી ચુક્યા છે. આ મામલો કોર્ટમાં પણ પહોંચી ચુક્યો છે. જો કે, રાફેલના મામલે હવે આક્ષેપબાજી ઓછી થઇ રહી છે. રાહુલે ફરી એકવાર રાફેલ અને નોટબંધીનો મુદ્દો ઉઠાવીને મોદીને ચર્ચા માટે પડકાર ફેંક્યો છે. રાહુલ કહેતા આવ્યા છે કે, મોદીએ અનિલ અંબાણી મદદ કરી છે અને તેમને જંગી નાણાં આપી દીધા છે. દેશ સાથે લૂંટ કરવામાં આવી છે.

Previous articleભાજપ બહુમતી સાથે સરકાર બનાવશે અને મોદી  ફરી વડાપ્રધાન બનશેઃ ગડકરી
Next articleચોકીદાર જે કહે છે તે કરીને બતાવે છે : મોદી