રેલ્વે પેન્શનર એસો. દ્વારા ડા.સુનિલ મહેતાનું વ્યાખ્યાન

532

રેલ્વે પેન્શનર એસોસીએશન (ભાવનગર પરા) તેમજ જગદીશ્વરમ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય  શિબિર તા.૭-૪-૧૯ થી શરૂ થયેલ જેમાં યોગ, પ્રાણાયામ, નેચરોપેથી નિસર્ગોપચાર તથા આરોગ્ય પ્રાપ્તી સંદર્ભ વિસ્તૃત માહિતી ડા.સુનિલ મહેતાએ આપેલ. યોગીક સડકર્મનું પ્રેકટીકલ જ્ઞાન આપેલ. તેમજ રેલ્વે પેન્શનર મિત્રોના પ્રશ્નોના જવાબમાં ડા.સુનિલ મહેતા દ્વારા રોગ નિવૃત્તિના ઉપાયોની વિસ્તૃત સમજણ આપવામાં આવેલી.

આ શિબિરમાં ડિવીઝનલ સેક્રેટરી ડીવીઝનલ ટ્રેઝરર ભટ્ટીભાઇ તથા ભાવનાબેન આચાર્ય હાજર રહ્યા હતા તેમના દ્વારા શિબિર સંચાલન કરાયું હતું.

Previous articleછત્તીસગઢમાં ભાજપના કાફલા ઉપર નકસલી હુમલો : પાંચ જવાન શહિદ, ધારાસભ્યનું મોત
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે