જાફરાબાદના વઢેરા, બલાણા, રોહીસા નજીક પડતર જમીન જે ઇન્દીરા કંપની એ કરેલ શરતભંગને ખાલસા કરી ડેમ બનાવવા કરણભાઇ પટેલની માંગ આ ત્રણ ગામોમાં જળબંબાકાર થતા રસ્તો બંધ દરિયાના ખારાપાણી જમીનમાં પેશ્યા હતા. જિલ્લા કલેકટર પાસે રજુઆત કરાઇ.
જાફરાબાદ નજીક વઢેરા, બલાણા, રોહીસા નજીક ઇન્દીરા કંપની એ રાખેલ ૨૦ વર્ષ પહેલા જમીન જે હાલ ત્રણ ગામની જનતાને માથાનો દુઃખાવા સમાન સાબિત થયો છે. આ પડતર જમીનમાં ચોમાસામાં છેક હેમાળ સુધીના ગામોનું પાણી ઉંધે માથે ખરાબ કચરો સહીત આ ત્રણ ગામની પડતર જમીનમાં ભરાઇ છે. અને જાફરાબાદ થી ચિત્રાસર ટીંબી થી સોમનાથ, દ્વારકાનો રોડ સદંતર બંધ થઇ જાય છે અને માલધારી સમાજના મોટા પ્રમાણમાં પશુધનને મુશ્કેલીનો બોઝ ઉઠાવવો પડે છે આ બાબતે જાફરાબાદ તાલુકા પંચાયત માજી પ્રમુખ કરણભાઇ બારૈયા જે આ વિસ્તારના બહુસંખ્યક કોળી સમાજના ૨૫ વર્ષથી પટેલ છે. તેમણે અમરેલી જિલ્લા કલેકટરને લેખીતમાં આ અતિ ગંભીર પ્રશ્નની રજુઆત કરી છે કે આ ઇન્દીરા કંપનીની શરતભંગ થયેલ જમીનને ખાલસા કરી આ જગ્યામાં મોટો ડેમ બને તો મીઠા પાણીનો સંગ્રહ થવાથી દરિયાનું ખારૂં પાણી જે હાલ વઢેરા, બલાણા, રોહીસાની જમીનમાં આગળ વધી જમીનને બંજર બનાવી દીધી છે જો ડેમ બને તો સરકારની યોજના મુજબ સુજલામ સુફલામનો લાભ મળવાથી ખેડૂતો પશુધન રાખતા માલધારીઓને જેહાલ ગામમાંથી હીજરત કરવાનો વારો દેખાય છે તો આ બાબતે ગંભીર નોંધ લઇને ઇન્દીરા કંપનીને આપેલ અને શરતભંગ થયેલ જમીનને ખાલસા કરી ત્રણ ગામની જનતાને હીજરત કરવાનો સમય દેખાય છે આ બાબતે વઢેરા સરપંચ કાનાભાઇ વાઘેલા, ઉપસરપંચ લખમણભાઇ બાંભણીયા, છગનભાઇ ડાભી બલાણા, નિતેશભાઇ તથા કરશનભાઇ માલધારી ઉપસરપંચ, છગનભાઇ વાઘેલા રોહીસા ઉપપ્રમુખ, સહિતના આગેવાનોએ કરણભાઇને રજુઆત કરતા કરણભાઇએ ગંભીરતા પૂર્વક જિલ્લા કલેકટરને રજુઆત કરી છે.