શહીદ વીર મોખડાજી ગોહિલ અને ભાવનગરના નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ની પુણ્યતિથી નિમિતે ગોહિકવાડ રાજપૂત સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ, કાર્યક્રમ યોજાયો, જેમાં વઢવાણ થી ખાસ ક્ષત્રિય સમાજના શુભ ચિંતક ક્લાસ ૨ અધિકારી રાજેન્દ્રદાન ગઢવી ઉપસ્થિત રહી ગોહિલો ના ઇતિહાસ વર્ણવી વીર મોખદાજી ગોહિલ કે જેનું મસ્તક ઘોઘા અને ધડ ૨૧ કિલોમીટર ખદપર ખડલપર સુધી લડે તેવા મહાન વીર પુરુષ અને નેકનામદાર માહારાજા કૃષ્ણકુમારસિંહજી કે જેને અખંડ ભારતનો પાયો નાખ્યો છે તેવા બને મહા પુરુષો વિસે ઇતિહાસ વર્ણવ્યો, આ પ્રસંગે સમાજના રાજકીય, સરકારી અધિકારીઓ, અને શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ પદવી મેળવનારને સન્માનીત કરવામાં આવ્યા, આ પ્રસંગે ગોહિલવાડ રાજપૂતસમાજ ના પૂર્વ પ્રમુખ પરબતસિંહ ગોહિલ,ચંદ્રસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા,મજીરાજબા વિદ્યા સહાયક ફંડના અધ્યક્ષ સતુભા ગોહિલ, ગરાસિયા રાજપૂત સમાજના અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, વઢવાણ શહેર ભાજપના પ્રમુખ જાસુભા ગોહિલ, વાય.બી.રાણા, અનિરૂઢસિંહજી ગોહિલ, સંજયસિંહ સરવૈયા, વનરાજસિંહ ગોહિલ, જયદીપસિંહ ગોહિલ, યુવરાજસિંહ અવણીયા, કિશોરસિંહ બાવલયારી, નરેન્દ્રસિંહ સણોદર, રેવતસિંહ ગોહિલ, સંજયસિંહ માલપર, તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ કે.ડી.ગોહિલ, દિલાવરસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ ગોહિલ, પરબતસિંહ સરવૈયા, ધર્મવીરસિંહ ગોહિલ, ભગીરથસિંહ ગોહિલ, કૃષ્ણદેવસિંહ ગોહિલ સહિત સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.