સરદારનગરનો સંદીપ ચોરી કરેલા એકટીવા સાથે ઝડપાયો

855

ભાવનગર એસ.ઓ.જી. શાખાના  હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા અતુલભાઇ ચુડાસમા ને મળેલ સંયુક્ત બાતમી આધારે સહકારી હાટ, પ્લોટ ગેટ ચોકી પાસે આરોપી સંદિપભાઇ ઉર્ફે ચંદુ મનસુખભાઇ બારૈયા/કોળી ઉ.વ. ૨૩ રહે. રામતીર્થ સોસાયટી પ્લોટ નં. ૨૬, સરદારનગર,ભાવનગરવાળાને એક શંકાસ્પદ રજી કાગળો વિનાના એકટીવા સ્કુટર કી.રૂ. ૩૦૦૦૦/- ના સાથે પકડી પાડી મજકુર વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેને ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

સદર મો.સા.ની પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી મો.સાના. રજી. નંબર ઉપરથી ખરાઇ કરતા એકટીવા સ્કુટર  ચોરી બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી થયા અંગે ફરિયાદ થયેલ છે. આમ એસ.ઓ.જી. પોલીસે શહેરમાં થયેલ વાહનચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ચોરીના સ્કુટર સાથે ઝડપી પાડેલ છે.

આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ હરેશભાઇ ઉલવા, મહાવિરસિંહ ગોહિલ, અતુલભાઇ ચુડાસમા, શરદભાઇ ભટ્ટ તથા હારીતસિંહ ચૌહાણ જોડાયા હતા.

Previous articleવિધવા સહાયનાં ફોર્મ મેળવવા પડા પડી
Next articleગુજરાત રાજ્ય રેશનશોપ ડીલર એસો.ના પ્રમુખ પદે ભાવેણાંના મહિપતસિંહ ચૂંટાયા