ઘરવેરા ભરવા આસામીઓનો ઘસારો

802

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ નાં ઘરવેરા સહિતનાં બીલો ઇસ્યુ કરવામાં આવતાની સાથે જ એપ્રિલ માસમાં વેરાની રકમ ભરવાઇ કરનાર આસામીને ૧૦ ટકા રીબેટ આપવામાં આવતું હોય વેરો ભરવા માટે મહાપાલિકાની કેશબારીએ આસામીઓનો ભારે ઘસારો થઇ રહ્યો છે. જેનાં પગલે મહાપાલિકાને દરરોજ લાખો રૂપિયાની વેરાની આવક થઇ રહી છે. જો કે મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા યુઝર્સ ચાર્જ સામે લોકોમાં ભારે કચવાટ પણ જોવા મળી રહ્યો છે. તસ્વીર : મનિષ ડાભી

Previous articleગુજરાત રાજ્ય રેશનશોપ ડીલર એસો.ના પ્રમુખ પદે ભાવેણાંના મહિપતસિંહ ચૂંટાયા
Next articleપીવાના પાણીની ઉભી થયેલી લોક ફરિયાદો