વર્ષ-૨૦૧૯માં વડાપ્રધાન મોદી ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થતા નેતા બન્યા

502

વર્ષ ૨૦૧૯માં ઈંટરનેટ પર સૌથી વધારે સર્ચ થતા નેતા વડાપ્રધાન મોદી છે. અત્યાર સુધીમાં તેમના માટે ૧૮ લાખથી વધારે વખત સર્ચ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૮માં આ સંખ્યા ૭૨ લાખ હતી. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બીજા ક્રમે છે. આ વર્ષે તેમને ૧૫ લાખ વખત સર્ચ કરવામાં આવ્યા છે.

એક રીપોર્ટ અનુસાર કોંગ્રેસને વર્ષ ૨૦૧૮માં સૌથી વધારે સર્ચ કરવામાં આવી હતી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની લોકપ્રિયતા વર્ષ ૨૦૧૮ ૧૯માં વધી છે. તેમને વર્ષ ૨૦૧૯માં ૧૨ લાખ વખત સર્ચ કરવામાં આવ્યા છે જ્યારે આ સંખ્યા વર્ષ ૨૦૧૮માં ૭ લાખ જેટલી હતી. રીપોર્ટ તૈયાર કરનાર કંપનીના પ્રમુખએ જણાવ્યા અનુસાર તેમણે આ નેતાઓ સાથે જોડાયેલા ટ્રેંડિંગ ફીવડ્‌સ અને લોકપ્રિય પ્રશ્નોને ધ્યાનમાં રાખી આ અધ્યયન કર્યું છે. તેમાં સૌથી વધારે સર્ચ થતો પ્રશ્ન છે ‘હુ ઈઝ નરેન્દ્ર મોદી ?’.  વડાપ્રધાન મોદી ફેસબુક પર પણ સૌથી વધારે સક્રીય રહેનાર નેતા છે.

Previous articleનમો ટીવી પર ચૂંટણી પંચની લાલ આંખઃ રાજકીય જાહેરાત ગણાવતા ખર્ચની માહિતી માગી
Next articleરાયપુરમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ પકડાયો