ગાંધીનગર તાલુકાના રાયપુર ગામના પાટીયા પાસે વરલી મટકાનો જુગાર રમતા બે લોકો ઝડપાયા છે.ગાંધીનગર એલસીબી પીએસઆઈ વાય. જે. રાઠોડની ટીમ પેટ્રોલિંગમા હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ ભવાનસિંહ બાતમી મળી હતી કે ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં રાયપુર ગામના પાટિયા પાસે રાજુ શાહ નામના શખ્સ હરતાં-ફરતાં ગ્રાહકો પાસેથી વરલી મટકાનો આંક લખી જુગાર રમાડે છે.
એલસીબીએ રાયપુર ગામના પાટિયે રિક્ષા ર્પાકિંગ પાસે વરલી મટકાનો આંક લખતા રાજુ ઘનશ્યામભાઈ શાહ (રહે-સીંગરવા, ઘનશ્યામવીલા સોસયટી, અમદાવાદ)ને દબોચી લીધો હતો. જેની પાસેથી રોકડા ૧૧૬૫૦, વરલી મટકાનું સાહિત્ય અને મોબાઈલ મળી કુલ ૧૬૬૫૦નો મુદ્દામાલ જપ્ત કરી એલસીબીએ આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.