સી.એસ.એમ.સી.આઈ.આર. ના બે વૈજ્ઞાનિક ડૉ. જુહી મિત્રા અને ડૉ. અનિલ કુમારે કેન્દ્રીય વિદ્યાલય સુરત ખાતે ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ માં વાર્તાલાપ કરી તેમને વિજ્ઞાનની તરફ રુચિ જાગૃત કરવા માટે નું એક આયોજન કરેલું જેમાં ર્ડા જુહી મિત્રા એ જીવનમાં વિજ્ઞાનના રંગોનું મહત્વ અને તેમનો વૈજ્ઞાનિક અભિગમ આપણા જીવન પર કઈ રીતે છે તેના પર ચર્ચા વિચારણા કરેલી અને તેવી જ રીતે ર્ડા અનિલ કુમારે પર્યાવરણ કલાયમેટ ચેન્જ, પર્યાવરણ સરંક્ષણ, દરિયાઈ ઇકોસિસ્ટમ અને જૈવ વિવિધતા પર પર્યાવરણ પ્રદુષણની અસર વિષે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરેલી અને આ ચર્ચા માં શાળા ના શિક્ષકો એ પણ સારો એવો અભિગમ બતાવ્યો.
૩ કલાક થી વધુ ચાલેલા આ પ્રોગ્રામ માં વિદ્યાર્થીઓ સાથે પ્રયોગ અને પ્રશ્નોત્તરી પણ કરેલી જેમાં વિદ્યાર્થીઓએ પોતાની જાતે વિજ્ઞાનના પ્રયોગો કરી વિજ્ઞાનમાં સ્વરુચિ અને જાગૃતતા બતાવી તેમજ પ્રોગ્રામ માં મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોનું વૈજ્ઞાનિકો દ્વારા ત્યાંને ત્યાંજ નિરાકરણ પણ કરવામાં આવેલું. આ કાર્યક્રમમાં સુરત શહેર માં આવેલી કેન્દ્રીય વિદ્યાલય ના આચાર્ય મમતા સિંધ, આલોક તિવારી અને ર્ડા ડી.કે. ગુપ્તા જેવો અનુક્રમે કેન્દ્રીય વિદ્યાલય ક્રિભકો, કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસી અને કેન્દ્રીય વિદ્યાલય ઈચ્છાનાથમાં ફરજ બજાવતા ની સાથે સાથે આ કાર્યક્રમ ને સફળ બનાવામાં પૂરતું યોગદાન અને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના અંતે ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણ પાત્રથી સન્માનિત કરવામાં આવેલા.
આ પ્રકાર ના કાર્યક્રમ અને ચર્ચા ર્વિચારણા ગુજરાત રાજ્યની જામનગર,અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર જેવા શહેર ની વિવિધ કેન્દ્રીય વિદ્યાલયો માં આવતા સમય દરમ્યાન સીએસ આઈઆર-સી.એસ.એમ.સી. આઈ.આર.દ્વારા કરવામાં આવશે. આ વાર્તાલાપ દરમ્યાન કેન્દ્રીય વિધાલયના જ બાળકો નહિ પરંતુ દરેક સ્કૂલ ના બાળકો ને વૈજ્ઞાનિકો દ્વારા સંદેશો આપવામાં આવેલો કે દેશ અને સમાજ માં ચાલી રહેલા પ્રશ્નોનું વૈજ્ઞાનિક અભિગમ દ્વારા તેનું નિરાકરણ લાવી ને દેશની દરેક વ્યક્તિને વિજ્ઞાન માં રુચિ દાખલવીને વિજ્ઞાની ખરા અર્થમાં વ્યાખ્યા આપી શકાય.
સીએસઆઈ આર-સી.એસ.એમ.સી. આઈ.આર. તરફથી “જિજ્ઞાસા” કાર્યક્રમ ના સંયોજક ર્ડા. અંકુર ગોયલ છે અને વધુમાં તેમને એ પણ જણાવ્યું કે અમારી સંસ્થા બાળકોમાં વૈજ્ઞાનિક રુચિ વધારવા અને વિજ્ઞાનની તરફ બાળકોને આકર્ષીત તથા જીવન પ્રત્યે વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે ના કાર્યકર્મો માટે કટ્ટીબદ્ધ છે, અને જેમાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની ક્ષેત્રીય ઓફિસે ગાંધીનગર તરફથી પુરે પૂરો સાથ અને સહકાર મળે છે. ર્ડા. અંકુર ગોયેલે જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ની ૪૬ શાળાઓમાં આવતા સમયમાં સંસ્થા દ્વારા આવા બીજા કાર્યક્રમો પણ હાથ ધરવામા આવશે.