વલ્લભીપુરમાં વિશાળ રેલી બાદ કાર્યાલયનું ઉદ્દઘાટન

726

ભાવનગર લોકસભા બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલનો ચૂંટણી પ્રચાર પૂર જોશમાં શરૂ થયો છે. ઠેર ઠેર ચૂંટણી કાર્યાલયોનાં ઉદ્દઘાટન સાથે રેલી અને સભાઓ વિશાળ બાઇક, કાર, ટ્રેકટર રેલી નિકળી હતી ત્યારબાદ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. રેલીમાં હજારો લોકો જોડાયા હતા. જ્યારે ઠેર ઠેર વિવિધ સમાજના આગેવાનો દ્વારા મનહરભાઇ પટેલનું સ્વાગત કરવા સાથે સમર્થન આપ્યું હતું. તેમજ સાંજે ભાવનગરમાં કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકારોની વિશાળ હાજરી સાથે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનાં ચૂંટણી કાર્યાલયોનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

ભાવનગર લોકસભાનાં કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલનાં વલ્લભીપુર શહેરમાં કાર્યાલયનો ઉદ્દઘાટન સમારોહ સાથે કોંગ્રેસના સમર્થકો સાથે બાઇક, કાર સાથે પોતે ખેડૂતપુત્ર હોય ટ્રેકટર રેલી યોજવામાં આવી હતી. જ્યાં વિવિધ વિસ્તારમાં તેઓનું સ્વાગત કરાયું હતું. તેમને વિવિધ સમાજ સમર્થન આપ્યું હતું. જ્યારે કાર્યાલયનું ઉદ્દઘાટન વિનુભાઇ વઘાસીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પ્રવિણભાઇ મારૂ, ભાવનગર જિલ્લા પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ, જગદીશભાઇ જાજડીયા, સંજય ચૌહાણ, મનસુખભાઇ સાગઠીયા, બાબુલાલ બારોટ, પ્રભાતસિંહ વેગડ, રાયસંગભાઇ પરમાર, કમાભાઇ ગોહેલ, દશરથસિંહ ગોહિલ, વલ્લભીપુર શહેર પ્રમુખ ભાવિક ધાનાણી, તાલુકા પ્રમુખ મનસુખ મકવાણા, યુવા પ્રમુખ જયેશ દેવાણી, તાલુકા યુવા પ્રમુખ ભાવેશ સોલંકી સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, સમર્થકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને ભાજપ ઉપર પ્રહારો કરવા સાથે કોંગ્રેસનાં ઉમેદવારને વિજેતા બનાવવા કામ કરવા કાર્યકરોને ભાગી જવા જણાવેલ. મનહર પટેલના ભાવનગર શહેરમાં સાંજના સમયે કાર્યાલયમાં ઉદ્દઘાટન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કબીર આશ્રમ કાળીયાબીડ ખાતે બોરતળાવ વોર્ડમાં મહેશભાઇ ઢોલાના પ્લોટમાં તેમજ કલ્યાણનગરમાં કોમન પ્લોટ, પટેલનગરનાં કોમન પ્લોટમાં જ્યારે ચિત્રા-ફુલસર વોર્ડ અને આખલોલ જકાતનાકા ખાતે સભા તેમજ મીટીંગો યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્યો , શહેર પ્રમુખ, નગરસેવકો, વોર્ડ પ્રમુખો સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleસૌરાષ્ટ્રની ધરતી એ દાન, ધર્મ તેમજ સંતોની તપસ્યાની ભૂમિ
Next articleરાજાણી ગૃપ દ્વારા જુનાગઢમાં લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું