આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ શાંતીપુર્ણ માહોલમાં યોજાય તે સારૂ સિહોર પો.સ્ટે. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પી.આર.સોલંકી તથા સ્ટાફ સિહોર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન હેડ.કોન્સ. રાજેન્દ્રસિંહ ગોહિલ અને પો.કોન્સ. ગૌતમભાઈ રામાનુજ ને સંયુક્ત રીતે બાતમી મળેલ કે સિહોર થી ઘાંઘળી તરફ જતા રોડ પર વૃંદાવન રેસ્ટોરન્ટ પાસે એક ઇસમને પોતાની પાસે દેશી બનાવટ નો તમંચો રાખી ઉભેલો છે. બાતમી વાળી જગ્યા એ તાત્કાલિક પહોંચી સદરહુ ઇસમને ચેક કરતા તેના કબજા માથી એક ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો મળી આવતા તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી અને આગળની તપાસ હાથ ધરેલ છે.જેનું નામ કરણસિંહ કાન્તિસિંહ સૂર્યવંશી રે.ઝારખંડ વાળો હોવાનું જાણવા મળેલ. આ સમગ્ર કામગીરી માં સિહોર પો.સ્ટે. ઇન્ચાર્જ પો.ઇન્સ. પી.આર.સોલંકી તથા સ્ટાફના હે.કોન્સ આર.એન.ગોહિલ, હે.કોન્સ પદુભા ગોહિલ, પો.કોન્સ ગૈાતમભાઇ રામાનુજ, પો.કોન્સ જયતુભાઇ દેસાઇ, પો.કોન્સ અશોકસિંહ ગોહિલ જોડાયા હતા.