મોટા આગરીયામાં નરેગાનું કામ શરૂ થતા મજુરોમાં ખુશીનો માહોલ

722

મોટા આગરીયા સરપંચની જહેમતથી રાજુલા તાલુકામાં સૌપ્રથમ નરેગાનું કામ શરૂ થતા ૧૦૦ મજુરોને ભર ઉનાળે રોજી રોટી શરૂ થતા આર્શીવાદની વર્ષા થઈ રહી છે.

રાજુલા તાલુકામાં સૌપ્રથમવાર મજુર વર્ગ માટે આજરોજ તા. ૮-૪-ર૦૧૯ના રોજ મોટા આગરીયા ગામે નરેગા યોજના દ્વારા ૧૦૦ દિવસની રોજગારી યોજનાનું મજુરી કામ શરૂ કરેલ છે. આવ ઉનાળા કપરા દિવસોમાં મજુરોને રોજગારી કામ શરૂ થતા મજુર વર્ગમં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ રોજગારી તાત્કાલિક શરૂ કરવા બદલ તાલુકા વિકાસ અધિકારી મહેતા તથા નરેગા યોજનાના અધિકારી વેગડભાઈ તજા જીજાળાભાઈ તથા મયપતભાઈ તથા દિનેશભાઈ તથા જનકબાપુ કુબાવતનો આભાર માનતા મોટા આગરીયા ગામના સરપંચ હાથીભાઈ ખુમાણ તથા પ્રકાશભાઈ તથા મજુરોએ આભાર માન્યો હતો.  આ અગરિયા ગામ કાઠી ક્ષત્રિય મહારાજ જોગદાસ ખુમાણના વંશજોના ત્રણેય આગરીયા હોય અને આગરીયાના સરપંચ હાથીભાઈ તથા પ્રકાશભાઈ ખુમાણ જોગીદાસ બાપુના વશંજો હોય એની નોંધનીય બાબત એ છે કે મજુરો માટે દરેક સીઝનની વસ્તુઓ જેમ કે હાલ સમય છે કેરીઓનો તો જયા સુધી મજુર વર્ગના ઘરે પહેલા દરેક વસ્તુઓ આવી જાય પછી જ દરબારગઢમાં લવાય છે આ છે આગરીયાના ખુમાણ પરિવારની રાજલક્ષી પરંપરા એટલે મજુરો માટે સરકારી યોજના પણ તાલુકામાં સૌ પ્રથમ કામ તાલુકા પંચાયતમાંથી લઈ આવી મજુરોને ભર ઉનાળે રોજી રોટી આપાવવા અધિકારીઓ પણ સહમત થતા હોય છે.

Previous articleઢસા જંકશન ખાતે રામનવમીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવશે 
Next articleદામનગર પોલીસ અને SRP દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ