દામનગર પોલીસ અને SRP દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ

805

લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ જતાં તમામ લોકો તૈયારીઓ માં લાગી ગયાં છે. સાથે સાથે તંત્ર વિભાગ અને પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં જણાઈ રહ્યું છે

ત્યારે પોલીસ અને વિવિધ લશ્કર ટુકડી ઓ દ્વારા જીલ્લાઓમાં અને તાલુકાઓમા ફ્લેગમાર્ગ કરી વિસ્તારોનું નિરક્ષણ હાથ ધરવામાં આવ્યું છે

દામનગર પોલીસ સ્ટેશન ના પીએસઆઇ  ડી.જે.પટેલ સાહેબ તથા અમરેલી થી એસઆરપી ના જવાનો સાથે તેમનાં અધિકારીઓ સહીત દામનગર ડી.સ્ટાફ પોલીસ સ્ટાફ દ્વારા આજરોજ દામનગર મુખ્ય માર્ગમાં હાઈવે રોડ દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવ્યું હતું અને વિવિધ વિસ્તારોમાં બારીકાઈથી નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું .સાથે સાથે દામનગર પોલીસ દ્વારા લોકસભાની ચૂંટણી ને લઇને રાજ્ય મા કડક આચારસંહિતા નો અમલ શરૂ થઈ ગયો છે ત્યારે દામનગર હાઇવે રોડ આવેલ હોવાથી અને આવા સમયે દારૂ રોકડ રકમ ગેરકાયદેસર હથિયારો તથા સ્ફોટક પદાર્થ તથા નશીલા પદાર્થો ની હેરાફેરી ન થાય તે માટે દામનગર પોલીસે ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે

દામનગર માંથી પસાર થતાં તમામ વહાનને ચેક કરવા માટે ની પોલીસે ઝુંબેશ શરૂ કરી છે ત્યારે દામનગર હાઇવે રોડ દામનગર માં એન્ટ્રી થતાં મેઇન રોડ બાઇપાસ સહિત ના વિસ્તારોમાં વાહનનું સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં ચૂટણી આયોગના આચારસંહિતા ના નિયમના આદેશ ના પગલે દામનગર પોલીસ સ્ટેશન ના અધિકારી ડી.જે.પટેલ સાહેબ તથા દામનગર પોલીસ સ્ટાફ દ્વારા સધન વાહન ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું છે

Previous articleમોટા આગરીયામાં નરેગાનું કામ શરૂ થતા મજુરોમાં ખુશીનો માહોલ
Next articleપાલિતાણામાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરનાર શિક્ષક ઝડપાયો