ગઇ તારીખ ૦૨/૦૪/૨૦૧૯ ના રોજ પાલીતાણા કન્યાશાળામાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી વિધાર્થીને શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા વિજયભાઇ શામજીભાઇ ચભાડીયાએ અગાસી ઉપર સફાઇ કરવાના બહાને મોકલી એકલતાનો લાભ લઇ સ્કુલની અગાસીમાં વિધાર્થીને સાથે દુષ્કર્મ કરેલ જેની વાત વિધાર્થીનીએ પોતાના માતાપિતાને કરતા વિધાર્થીના માતા પિતા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન દોડી ગયેલ અને લંપટ શિક્ષક વિરૂધ્ધમાં પાલીતાણા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ દુષ્કર્મના ગૂન્હા મુજબ ફરિયાદ આપેલ હતી આરોપી શિક્ષકને ફરિયાદ થયાની જાણ થતા ફરાર થઇ ગયેલ ગુન્હાની ગંભીરતા સમજી ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર, એસ.ઓ.જી./ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.પી. ચુડાસમાની આગેવાનીમાં જુદી જુદી ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા માટે ખાસ ઓપરેશન હાથ ધરેલ દરમ્યાન ટેકનીકલ સોર્સથી માહિતી મળેલ કે, આરોપી મુંબઇ બાજુ ફરાર થઇ ગયેલ છે. જેથી એલ.સી.બી., એસ.ઓ.જી., પાલીતાણા ટાઉન પોલીસની ટીમો બનાવી મુંબઇ તપાસમાં ગયેલ પરંતુ આરોપી પોલીસ પહોચે તે પહેલા મુંબઇથી ફરાર થઇ ગયેલ. દરમ્યાન એઅ.ઓ.જી.ના હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા એલ.સી.બી.ના પોલીસ કોન્સ. ચિંતનભાઇ મકવાણાને સંયુક્ત રીતે બાતમી મળેલ કે, આરોપી શિક્ષક ભીલાડ બાજુ ગયેલ છે. જેથી તપાસ ટીમ તાત્કાલીક ભીલાડ પહોચી ટેકનીકલ સોર્સ આધારે આરોપી વિજયભાઇ શામજીભાઇ ચભાડીયા ઉ.વ.૩૨ રહેવાસી પાલીતાણા જી. ભાવનગરવાળાને ઝડપી પાડી ભાવનગર ખાતે લાવેલ હતા. આમ સગીર વિધાર્થીની ઉપર લંપટ શિક્ષક દુષ્કર્મ કરી ફરાર થઇ ગયેલ તેને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં ભાવનગર પોલીસને સફળતા મળેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી./એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર એસ.એન.બારોટ તથા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.પી.ચુડાસમા તથા એસ.ઓ.જી.ના હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા જગદીશભાઇ મારૂ તથા ભોજુભાઇ ભલાભાઇ તથા એલ.સી.બી.ના પોલીસ કોન્સ. ચિંતનભાઇ મકવાણા તથા જયદીપસિંહ ગોહિલ કોમ્યુટર સેલના લાખાભાઇ મકવાણા તથા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના ભરતભાઇ વાલાભાઇ તથા જયદાન ગઢવી તથા શૈલેષભાઇ રાઠોડ જોડાયા હતા.