સેવાસદનમાં ઠંડા પાણીના બે કુલરો મુકાતા રાહત થઇ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કમિશ્નર લોબી પાસે અને કોમ્પ્યુટર રૂમ પાસે ઠંડા પાણીના બે કુલરો મુકવામાં આવ્યા છે. ઉનાળાના દિવસોમાં ઠંડા પાણી માટે લોકોને રાહત થઇ છે.
સીદસર હરિજનવાસમાં પીવાના પાણીનો દેકારો
ભાવનગર મહાનગરપાલિકાના સીદસર હરિજન વિસ્તારમાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી પડી રહી છે. લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળવા માંગ ઉઠી છે. લોકોમાં પાણીનો દેકારો ઉભો થયો છે. તંત્ર પાસે રજૂઆત થવા પામી છે.
પાણી મદ્દે ગાંધીનગરમાં બેઠક : કમિશ્નરની હાજરી
પાણી માટેની સરકારશ્રીની એક મીટીંગમાં ભાવનગર મહાનગરપાલિકા કમિશ્નર ગાંધી, ગાંધીનગર ગયા છે. તેઓ પાણી પ્રશ્ને બેઠકમાં વિગતો આપશે તેમ સેવાસદન વર્તુળ દ્વારા જાણવા મળે છે.
સ્ટેન્ડીંગ કમીટીની તા.૧૫ મીએ બેઠક મળશે
ભાવનગર મહાનગરપાલિકા સ્ટેન્ડીંગ કમીટીની બેઠક તા.૧૫ના રોજ સવારના ૧૧ વાગે મળી રહી છે. આ બેઠકમાં એજન્ડા પરના પ્રશ્નો અંગે નિર્ણયો થશે.
યુઝર્સ ચાર્જ સફાઇ વેરાનો વધી રહેલો ભારે વિરોધ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા યુઝર્સ ચાર્જ અને સફાઇ વેરો બમણો હોવાની વ્યાપક લોક ફરિયાદો ઉઠી છે. એક બાજુ લોકસભાની ચૂંટણી ચાલે છે. તો બીજીબાજુ પ્રજામાં આવા આકરા વેરાની ચર્ચા વેપારીઓથી માંડીને તમામ સ્તરે થઇ રહી છે. જો કે આ વેરાની બાબતો અગાઉ જનરલ બોર્ડમાં પાસ થઇ ગયા છે. વેરા વધઘટ બાબતે બોર્ડમાં જે ચર્ચાઓ થાય છે. તે પણ અધકચરી ચર્ચાને કારણે આવા પ્રશ્નો લાંબે ગાળે લોકોમાં ઉભા થાય છે. હવે આવો વેરો વધુ હોવાની વાત જાગી છે. આ બોર્ડમાં પર નગર સેવકો છે. પણ વેરા મુદ્દે હજી સુધી કોઇ સેવકોનું નિવેદન થવામાં નથી અને લોકોમાં આવા વેરાનો વિરોધ વધતો જાય છે.
યુઝર્સ ચાર્જ અને સફાઇ વેરાની અંગે લોકો નકલો માંગતા થયા.. બોલો
યુઝર્સ અને સફાઇ વેરાના વધારા અંગે હવે જાગૃત લોકો સેવાસદનથી ઠરાવોની નકલો માંગી રહ્યા છે. લોકો આવા વેરા મુદ્દે તેનો અભ્યાસ કરવા આગળ આવી રહ્યા છે. એન તેમાં વેપારીઓની જનજાગૃતિની વાત નોંધપાત્ર મુદ્દો બની રહી છે. કારણ કે આવા ચાર્જ મુદ્દે ચેમ્બરે પણ રજુઆત કરી છે. હકીકત એમ છે કે લોકોમાં આવા મુદ્દે ચર્ચા છે. પણ સેવકોને આવી ગંભીર બાબતે લોક ચર્ચા સામે ધ્યાન પણ નથી તેમ લોક ચર્ચાઓ થઇ રહી છે.