સ્ટુડન્ટ ઓફ ધ યર-૩માં વરૂણ અને આલિયા હશે

668

સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મને રજૂ કરવામાં આવે તે પહેલા ફિલ્મના ત્રીજા ભાગની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્રીજા ભાગમાં હવે વરૂણ ધવન અને આલિયા ભટ્ટ કામ કરવા જઇ રહ્યા છે. આની તમામ તૈયારી શરૂ કરવામાં આવી છે. ફિલ્મની પટકથા પર કામ શરૂ કરવામાં આવી ચુક્યુ છે. મુખ્ય કલાકારો માટે વરૂણ અને આલિયાની પસંદગી કરવામાં આવ્યા બાદ આને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. આલિયા અને વરૂણે પોતે આ અંગેની જાહેરાત કરી દીધી છે. કલંક ફિલ્મના પ્રમોશન વેળા આલિયાએ આ મુજબની વાત કરી હતી. બીજા ભાગના ટ્રેલરના સંબંધમાં માહિતી આપતા કહ્યુ હતુ કે અમારી સિક્વલ ફિલ્મનો બીજો ભાગ એટલી જલ્દીથી રજૂ કરવામાં આવશે તે અંગે અમે ક્યારેય વિચારણા કરી ન હતી. એમ લાગી રહ્યુ છે કે બીજો ભાગ તરત આવી ગયો છે. સ્ટુડન્ટ ઓફ ધ યર હવે ત્રીજો ભાગ પણ બનાવવામાં આવનાર છે. ફિલ્મના ટ્રેલરને શુક્રવારના દિવસે જારી કરવામાં આવ્યા બાદ ફિલ્મના ત્રીજા હિસ્સા પર કામ શરૂ કરવામાં આવનાર છે. બીજી બાજુ કલંક ફિલ્મ ૧૭મી એપ્રિલના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મનુ નિર્દેશન અભિષેક બારમેને કર્યુ છે. કરણ જોહર ફિલ્મના નિર્માતા તરીકે છે. બીજા ભાગમાં ટાગર શ્રોફ, અનન્યા પાન્ડે અને તારા સુતરિયા કામ કરી રહ્યા છે. ફિલ્મને લઇને ચાહકોમાં ભારે ઉત્સુકતા છે. કારણ કે પ્રથમ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. કરણ જોહરની સિક્વલ ફિલ્મનો સિલસિલો જારી રહ્યો છે. વરૂણ આલિયા ફિલ્મ કલંક માટે તમામ તૈયૈરીા કરી લેવામાં આવી છે. કરણ જોહર તેમની મહત્વકાંક્ષી ફિલ્મના ત્રીજા ભાગમાં વરૂણ અને આલિયાને ફરી લાવશે.

Previous articleઇમરાન ખાન માટે નામ-રમતને કારણે ગૂંચવણ ઊભી થઈ
Next articleઆનંદ પંડિતની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની જોડી પહેલીવાર જોડી જોવા મળશે!