શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા પાગલપ્રેમીએ તેમના વિસ્તારમાં રહેતી યુવતીના મિત્રને છરી મારી ગંભીર ઈજા પહોંચાડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના ભરતનગર મ્યુનિસિપલ સોસાયટી પ્લોટ નં.૭પમાં રહેતા સંકેતભાઈ શૈલેષભાઈ જોશી ઉ.વ.રરને તેની સાથે અભ્યાસ કરતી યુવતી સાથે મિત્રતા હોય બન્ને સાથે ગઈકાલે જમવા ગયા હતા તે વેળાએ યુવતીના પ્રેમમાં પાગલ હિતેશ ભુપતભાઈ દવેએ ઉશ્કેરાઈ જઈ સંકેતભાઈને માથાના ભાગે અને વાંસાના ભાગે છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છુટ્યો હતો. બનાવ અંગે ભરતનગર પોલીસે આઈપીસી ૩ર૪, પ૦૪, પ૦૬ (ર) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.