નવી દિલ્હીઃ ઇંગ્લેડમાં યોજાનાર આઇસીસી વર્લ્ડ કપ માં હવે ફક્ત ૪૯ દિવસ બાકી છે. દુનિયાના મોટાભાગના ક્રિકેટર હાલમાં ઇન્ડીયન ટી૨૦ લીગ (આઇપીએલ-૧૨) માં જોર અજમાવી રહ્યા છે. પંજાબ માટે રમી રહેલા દક્ષિણ આફ્રીકાના હરડસ વિલિયન તો આઇપીએલને વર્લ્ડ કપના સ્તરનું ટૂર્નામેંટ ગણાવી રહ્યા છે. તેમાં કોઇ શક નથી કે ઘણા ખેલાડી આઇપીએલમાં સારું પ્રદર્શન કરી પોત-પોતાની ટીમોમાં સ્થાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સ્પષ્ટ છે કે એવામાં બધી ટીમોના પસંદગીકર્તાની નજર આઇપીએલ પર છે.
આઇપીએલની ગત કેટલીક મેચોની વાત કરીએ તો વેસ્ટઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો માટે સારા સમાચાર છે કે તેમના ખેલાડી સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય ટીમ માટે ઉત્સાહજનક સમાચાર નથી. આઇપીએલમાં ભારતીય ક્રિકેટર એવું પ્રદર્શન નથી કરી રહ્યા, જેવી તેમની પાસે આશા હતી. બીજી તરફ ક્રિકેટરો ઇજાગ્રસ્ત થતાં ટીમ ઇન્ડીયાની ચિંતા વધી રહી છે. જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા ઇજાના લીધે મેચની બહાર છે.
આઇપીએલમાં અત્યાર સુધી ૨૪ મેચ રમાઇ ચૂકી છે. આ મેચો બાદ બેટ્સમેનો અને બોલરોની જે યાદી છે, તેમાં એકલ-દોકલ ખેલાડી ટોપ-૫માં સ્થાન બનાવી શક્યા છે. જો આપણે બેટીંગની વાત કરીએ તો ટોપ-૫માં ફક્ત કેએલ રાહુલ છે. તે બીજા નંબર પર છે. જો આપણે ટોપ-૧૦ની વાત કરીએ તો તેમાં રાહુલની સાથે વિરાટ-કોહલી (૭મા) સામેલ છે. પરંતુ રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂનું ટોપ-૧૦ ન નથી તેનો અર્થ એ છે કે તે લયમાં નથી. ઋષભ પંત આ યાદીમાં ૧૨મા અને એમએસ ધોની ૨૦મા નંબર પર છે.