ગુજરાત સ્ટેટ બ્રાન્ચ રેડક્રોસ, ગાંધીનગર જિલ્લા શાખા અને કે.બી.રાવલ કોલેજ ઓફ ફાર્મસી, શેરથાના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં થેલેસેમીયા ટેસ્ટનો કેમ્પ યોજાયો હતો. જેમાં કોલેજના ૩૦૦ વિદ્યાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો. ઉપરાંત રક્તદાન કેમ્પ યોજવામાં આવતા તેમાં કોલેજના ૮૭ વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું. ઉપરાંત થેલેસેમીયા અવરનેસની દસ્તાવેઝ ફિલ્મ બતાવવામાં આવી હતી.