ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે યુવા મોરચાના જીલ્લા/મહાનગરના પ્રમુખો અને જીલ્લાના પ્રભારીઓની દિપ પ્રાગટ્ય તેમજ વંદે માતરમ્ના ગાન સાથે બેઠક યોજાઇ થઇ હતી. બેઠકમાં યુવા મોરચાના આગામી કાર્યક્રમ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ યુવા મોરચાના પદાધિકારીઓને સંબોધતાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં સતત છઠ્ઠી વખત ભાજપાની સરકાર બની છે. તે ઐતિહાસિક જીત માટે યુવા મોરચાના કાર્યને વખાણતાં અભિનંદન પાઠવ્યા હતા અને આગામી દિવસોમાં યુવાનોનું ઘડતર થાય અને રાજ્યમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય તે પ્રકારના કાર્યક્રમોનું આયોજન યુવા મોરચાએ કરવું જોઇએ.
યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. ઋત્વિજ પટેલે આગામી કાર્યક્રમો વિશે જણાવતાં કહ્યું હતુ કે, ૧૨ જાન્યુઆરી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના ૫૮૬ મંડલોમાં યુવા મોરચા દ્વારા વિવેકાનંદ વંદન કાર્યક્રમ યોજાશે અને નગરપાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની આગામી દિવસોમાં ચૂંટણીઓ થનાર છે તે સ્થળોએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. ૧૪મી જાન્યુઆરીના રોજ ગુજરાતભરની સેવાવસ્તીઓમાં બાળકો અને ભૂલકાઓને યુવા મોરચા દ્વારા પતંગ વિતરણ કરાશે. સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર જીલ્લા/મહાનગરોમાં વિવિધ સ્થળોએ ૧૬ જાન્યુઆરી થી ૨૪ જાન્યુઆરી સુધી રક્તદાન શિબિર યોજશે. ત્યારબાદ ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે સામાજીક સમરસતા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે.