૧૫ મી બાદ કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંતની આગાહી

919

રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ગરમીનો પ્રકોપ યથાવત છે અને હજુ પણ રાહત મળે તેવાં કોઇ સંકેત ન હોતાં. રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. જેથી લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા સલાહ અપાઇ છે. આ ઉપરાંત શરીરને ઠંડક આપે તેવાં પ્રવાહી પીણું પણ લેતા રહેવું જરૂરી છે.

જ્યારે આગામી ૧૩ એપ્રિલથી ૧૭ એપ્રિલ સુધીમાં રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. જો કે, બીજી તરફ ખેડૂતો માટે રાહતના સમાચાર પણ છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, આ વખતે ચોમાસુ સારૂ રહેશે.

ત્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હીટવેવની આગાહી કરાઇ હતી. સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી કરાઇ હતી.

ત્યારે એવામાં આટલી ગરમી વચ્ચે એકાએક જ્યારે વાતાવરણમાં પલ્ટો થશે તેવાં સમાચાર મળ્યે ત્યારે આટલી ધકધકતી ગરમી વચ્ચે પણ લોકોમાં એક પ્રકારનો હાશકારો અનુભવાય છે. એટલે કે એક સારા સમાચાર આપવામાં આવ્યાં છે. જેમાં આટલી ગરમી વચ્ચે પણ કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી ૧૩ એપ્રિલ બાદ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતાતમને જણાવી દઇએ કે, અમદાવાદમાં યલો એલર્ટ યથાવત્‌ છે.

હજી પણ અમદાવાદીઓએ ગરમીમાં સેકાવું પડશે કારણ કે, આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં રહેશે ૪૨ ડગ્રી તાપમાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં ૪૨ ડિગ્રી તાપમાન રહેશે. ત્યારબાદ ગરમીમાં આંશિક ઘટાડો થશે. ગરમી ઘટીને ૩૯ ડિગ્રી સુધી પહોંચે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

Previous articleરાહુલ ગાંધી વડાપ્રધાનની રેસમાં નથી,ભાજપ વિરોધી પાર્ટીઓની સરકાર બનશેઃ શરદ પવાર
Next articleદુનિયાની સૌથી નાના કદની મહિલા જ્યોતિએ કર્યુ મતદાન