શેરબજારમાં માર્કેટની ધીમી ચાલ, સેન્સેક્સ ૩૮,૬૦૭ અને નિફ્ટી ૧૧,૫૯૬ પર બંધ

514

શેરબજારમાં દિવસના અંતે પણ માર્કેટમાં ધીમી ચાલ જોવા મળી છે. જેમાં સેન્સેક્સ +૨૧.૬૬ અંક એટલે કે ૦.૦૫૬ ટકા વધીને ૩૮,૬૦૭.૦૧ પર અને નિફ્ટી +૧૨.૪૦ અંક એટલે કે ૦.૧૧ ટકા વધીને ૧૧,૫૯૬.૭૦ પર આવી શેરબજાર બંધ થયું છે. શેરબજારમાં દિવસની શરૂઆત લાલ નિશાન સાથે થઇ હતી. જેથી માર્કેટમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો. પણ થોડા સમય પછી શેરબજાર ગ્રીન નિશાન પર આવી ગયુ છે. જેમાં સેન્સેક્સ +૨૫.૧૮ અંક એટલે કે ૦.૦૬૫ ટકા વધીને ૩૮,૬૧૦.૫૩ પર અને નિફ્ટી +૧૧.૬૦ અંક એટલે કે ૦.૧૦ ટકા વધીને ૧૧,૫૯૫.૯૦ પર માર્કેટ ટ્રેડ કરી રહ્યું હતુ.ઉલ્લેખનિય છે કે ગઇકાલે સેન્સેક્સ -૩૫૩.૮૭ અંક એટલે કે ૦.૯૧ ટકા ઘટીને ૩૮,૫૮૫.૩૫ પર અને નિફ્ટી -૮૭.૬૫ અંક એટલે કે -૮૭.૬૫ ટકા ઘટીને ૧૧,૫૮૪.૩૦ પર માર્કેટ બંધ થયું છે. આજે શેરબજારમાં ખુલતાની સાથે માર્કેટ પછડાયું હતુ. પણ હવે શેરમાર્કેટમાં નજીવો વધારો જોવા મળ્યો છે.ડોલર સામે રૂપિયા આજે ૧૦ પૈસાના ઘટાડા સાથે ૬૯.૨૧ના સ્તર પર ખુલ્યો છે. ઉલ્લેખનિય છે કે માર્કેટમાં ગઇકાલે રૂપિયામાં મજબૂતાઇ જોવા મળી હતી. ડોલરની સામે રૂપિયા ગઇકાલે ૧૮ પૈસા વધીને ૬૯.૧૧ના સ્તર પર બંધ થયો હતો.

Previous articleજિલ્લા ચૂંટણી અધિકારી કચેરી દ્વારા શતાયુ મતદારોનું સન્માન
Next articleવીમાધારકો માટે સારા સમાચાર, ૧ જુલાઇથી વીમા કંપની આપશે ક્લેમ સેટલમેંટની સંપૂર્ણ જાણકારી