બોરડીગેટ પાસે ખોદકામ દરમ્યાન બે મજુરો દટાયા : ફાયર દોડી ગયું

734
bvn912018-7.jpg

શહેરના બોરડીગેટ પાસે બપોરના સમયે વોડાફોન કંપનીની લાઈન નાખવા ખોદકામ કરી રહેલા બે મજુરો પર પાસેના ટેલીફોન મીની એક્સચેન્જ માથે પડતા બન્ને મજુરો દટાયા હતા અને પાસેની ડ્રેનેજ લાઈનમાં પણ ભેખડ પડી હતી. બનાવ બનતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને ફાયર સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ બન્ને મજુરોને સ્થાનિકો અને જેસીબીની મદદથી બહાર કાઢ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ, શહેરના બોરડીગેટ પોલીસ ચોકીની સામે વોડાફોન કંપનીની લાઈન માટેનું ખોદકામ કરી રહેલા રૂપેશભાઈ ઉ.વ.રર અને નવીનભાઈ ઉ.વ.૧૮ રે.બન્ને દાહોદ પર અચાનક બાજુમાં રહેલી ડ્રેનેજ લાઈનમાં ભેખડ પડતા અને ટેલીફોન મીની એક્ચચેન્જ માથે પડતા બન્ને મજુરો દટાયા હતા. બનાવ બનતા લોકોના ટોળા એકઠા થયા હતા અને ફાયર સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ સ્થાનિક લોકો અને જેસીબીની મદદથી બન્ને મજુરોને બહાર કાઢ્યા હતા અને ૧૦૮ સેવા દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

કિશોર ભટ્ટે અગાઉ રજૂઆત કરી હતી
ડોનચોકથી ગીતાચોક, બોરડીગેટ ડ્રેેનેજ લાઈન સ્લેબ તદ્દન જર્જરીત થઈ ગયેલ હોય ૬ માસ પહેલા ચોમાસામાં ગીતાચોક પાસે સ્લેબ ધસી પડેલ. આ સમયે ભાજપા આગેવાન કિશોરભાઈ ભટ્ટે કમિશ્નર, ડે. કમિશ્નર, સીટી એન્જિનિયરનું તાત્કાલિક રજૂઆત કરેલ અને ડોનચોકથી બોરડીગેટ સુધી પુરી ડ્રેનેજ લાઈન સ્લેબ જર્જરીત હોય ગંભીર બનાવ બને તે પહેલા તાત્કાલિક હેવી ડ્યુટી સ્લેબ યા નવી લાઈન નાખવી જરૂરી છે. વારંવાર થીંગડા કરવાથી પરિસ્થિતિ ગંભીર બને તે પહેલા હેવી ડ્યુટી ડ્રેનેજ લાઈન નાખી વસાહતી-મુખ્ય માર્ગ આવતા જતા પ્રજાજનો વાહનો માટે તાત્કાલિક પગલા ભરી સુરક્ષિત માર્ગ બનાવવા વસાહતી નાગરીકો પ્રજાજનોની માંગણી સત્વરે પગલા ભરવા જરૂરી બની છે.

Previous articleસિહોરમાં સર્વોત્તમ ડેરી નજીક ટ્રેક્ટર નીચે ચગદાઈ જતાં આધેડનું મોત થયું
Next articleઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપી બચાવાશે