અમરેલી કાઠી ક્ષત્રિય સમાજ ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકામાં રહેશે

724

તુલસીશ્યામ ધામ ખાતે સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ પ્રમુખ પ્રતાપભાઇ વરૂ દ્વારા લોકસભા ચૂંટણીમાં કાઠી ક્ષત્રિય સમાજની નિર્ણાયક ભૂમિકા રહેશે મોટી સંખ્યા આગેવાનોમાં હાંકલ કરાઇ. ચૂંટણી પર્વ ચાલી રહીયો તે અનુસંધાને સુપ્રસિદ્ધ યાત્રાધામ તુલસીશ્યામ ખાતે અમરેલી સંસદીય મત વિસ્તારના કાઠી સમાજના આગેવાની પ્રતાપભાઇ વરૂની અધ્યક્ષતામાં એક અગત્યની મીટીંગ બોલાવામાં આવી હતી. આ મીટીંગમાં અમરેલી સંસદીય મત વિસ્તારના તમામ તાલુકાના આગેવાનો બહોળી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.

અગાઉના દિવસોમાં અમરેલી ખાતે જિલ્લા કાઠી ક્ષત્રિય સમાજનું મોટી સંખ્યામાં એક મહાસંમેલન પણ બોલાવવામાં આવ્યું હતું. ત્યારે પણ લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને બોલવામાં આવેલ હતું. સમસ્ત કાઠી સમાજનું એક સૂર હતો બે લાખ જેટલા મતદારો છીએ જે પક્ષ કાઠી ક્ષત્રિય સમાજની સાથે હશે સમાજના પ્રશ્નોને વાચા આપે છે. તેની સાથે રહેવાનો નિર્ધાર કરેલ છે. કાઠી સમાજના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ તેમના વ્યક્તવ્યમાં જણાવેલ હતું. સમાજ પેલા પક્ષ પછી નિર્ણય કરેલો છે. તમામ આગેવાનો એ ભગવાન શ્યામના સાનિધ્યમાં ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રતાપભાઇ વરૂના એક અવાજ પર ૨૦૧૯ની લોકસભામાં પૂરેપૂરો વોટીંગ કરીને નિર્ણાયક સાબિત કરવા કાઠી સમાજ દ્વારા હાંકલ કરવામાં આવી હતી.

 

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલાના હિંડોરલા ચોકડીએ ચૂંટણીલક્ષી ચોકી કાર્યરત થઈ