રાણપુરના ત્રીકમપરામાંથી બે દિવસ પહેલા  ચોરાઈ ગયેલુ મોટરસાઈકલ મળી આવ્યું

1654

બોટાદ જીલ્લાના રાણપુરમાં બે દિવસ પહેલા મેઈન બજારમાં આવેલ ત્રીકમ પરા વિસ્તારમાંથી પાર્ક કરેલુ મોટરસાઈકલ ચોરાઈ ગયુ હતુ. મોટરસાઈકલની ચોરી કરી નાસી છુટેલ શખ્સ મોઢે રૂમાલ બાંધી મોટરસાઈકલ લઈને જતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

આ બાબતે મળતી માહીતી મુજબ રાણપુર ખાતે મેઈન બજારમાં ત્રીકમ પરા વિસ્તારમાં આદમભાઈ ની ઘંટી પાસે બે દિવસ પહેલા બપોરના અંદાજે ૧૨ વાગ્યાની આસપાસ ભાવીનભાઈ મનસુખભાઈ પઢારીયા(ઉર્ફે-ચકાભાઈ મીસ્ત્રી)ત્રીકમ પરામાં આદમભાઈ ની ઘંટી પાસે પોતાનુ એચ.એફ.ડીલક્ષ જી.જે.૦૧.જી.્‌.૦૧૬૧ મોટરસાઈકલ પાર્ક કરીને બાજુમાં આવેલી દુકાનમાં બેઠા હતા.અંદાજે અડધા કલાક બાદ તેવો ત્યાથી બહાર આવતા ત્યા તેમનુ મોટરસાઈકલ હતુ નહી.તેમણે તાત્કાલિક રાણપુર પોલીસ ને જાણ કરી પોલીસ દ્વારા તે વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક શખ્સ મોઢે રૂમાલ બાંધી મોટરસાઈકલ લઈ જતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.રાણપુરમાંથી ધોળા દિવસે મેઈન બજારમાંથી મોટરસાઈકલ ની ચોરી થયાની જાણ રાણપુરમાં વાયુવેગે ફેલાતા સમગ્ર રાણપુરમાં ચકચાર મચી ગઈ હતી.રાણપુર પોલીસ દ્વારા આ બાબતે ગંભીરતા દાખવી મોટરસાઈકલ ની ચોરી કરી નાસી છુટેલા શખ્સ ને ઝડપી પાડવા એડીચોટી નું જોર લગાવ્યુ હતુ.શંકાસ્પદ વ્યક્તીઓની પુછપરછ તથા શંકાસ્પદ જગ્યાઓ ઉપર તપાસ કરી રહી હતી.ત્યારે મોટરસાઈકલ ની ચોરી કરેલ શખ્સ ને પોલીસના હાથે પકડાઈ જવાની બીકે પગે રેલો આવતા આજે વહેલી સવારે રાણપુર થી ત્રણ કીલોમીટર દુર જાગતી મેલડીમાંના મંદીર પાસેથી બાઈક મળી આવ્યુ હતું.

Previous articleરાજપરા (ઠા.) ગામે મતદાર જાગૃતતા અભિયાન અંતર્ગત મહિલા સેમિનાર
Next articleમુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે જાફરાબાદમાં જાહેર સભા યોજાશે