ધંધુકામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી સભામાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા

800

ધંધુકામાં ભાજપ તરફથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ચૂંટણી જાહેરસભા યોજાઇ હતી. આ ચૂંટણી સભામાં સાંસદ શંભુનાથજી ટૂંડીયા, પૂર્વ સાંસદ શંકરભાઇ વેગડ, પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યા તથા સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડા.મહેન્દ્રભાઇ મુંજપરા ઉપસ્થીત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું. કે ભાજપ એવી પાર્ટી છે કે જેમાં ચા વાળા તથા ગરીબ પણ વડાપ્રધાન બની શકે છે. આ વખતની ચૂંટણી જુદા પ્રકારની ચૂંટણી છે. નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છ ભારતનું સફળ અભિયાન ઉપાડ્યું છે. ભારતને મહાસત્તા તરીકે વિશ્વમાં પ્રસ્થાપીત કરી છે. દેશ ઉપગ્રહ છોડી શકે છે અને તોડી પણ શકે છે. દિવસ રાત દેશનો ચોકીદાર ચોકી કરે છે. આ દેશમાં ખોટું ન થાય તેની ચોકીદારી પણ કરે છે. આ વખતે એકબાજુ રાષ્ટ્રવાદ છે તો બીજી બાજુ પરિવારવાદ છે. દેશને જગતગુરૂ બનાવવાનો છે. ભાજપની સરકાર બનશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બનશે. મહા મીલાવટવાળા પોતાનો વડાપ્રધાન પદનો ઉમેદવાર જાહેર કરે. આતંકવાદીઓનો સફાયો કરનારી સરકાર છે. જ્યારે સામા પક્ષે આતંકવાદીને બીરીયાની ખવડાવનારા છે. અયોધ્યામાં રામમંદિર બનાવવા ભાજપ પ્રતિબદ્ધ છે. સંસ્કૃતિનું રક્ષણ કરવા માંગીએ છીએ. ખેડૂતોને જીરો ટકાથી લોન આપીએ છીએ. ખેડૂતોને તેમની ઉપજના ભાવ અપાવી ખેડૂતોને મજબુત બનાવાવના છે. વિજયભાઇ રૂપાણી એ તેમના પ્રવચનમાં પુલવામાં થયેલ આતંકવાદી હુમલાનો તથા સર્જીકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો હતો. રૂપાણીએ તેમના પ્રવચનમાં કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતો.

Previous articleપાલીતાણાના દુષ્કર્મી શિક્ષકને આકરી સજા કરવાની માંગણી
Next articleગારિયાધારમાં મેમણ-ડેની ઉજવણી