ગારિયાધાર મેમણ સમાજ દ્વારા આજે ૧૧ એપ્રિલે મેમણ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારી હોસ્પીટલ, ગોકુલ હોસ્પીટલ ખાતે સીતારામ હોસ્પીટલનાં તમામ દર્દીઓનો ફ્રુટ તથા એનર્જી ડ્રીંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બં દર્દીને મેડીકલ માટે ૨૩ હજારની સહાય પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઝોનલ સેક્રેટરી મુજીબર રહેમાન બેરડીયા દ્વારા ઝડપથી સ્વસ્થતા પ્રાપ્ત થાય તેવી દુઆ કરી હતી. યુથ વીંગના અઝીમ કાસમાણી સહિત ગારિયાધારનાં સભ્યો દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો.