ઘરવેરા વસુલાતમાં સાડાતેર કરોડ જેવી આવક પ્રાપ્ત થઇ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘરવેરાા ટેક્ષવસુલાત માટેની શરૂ થયેલ ઝૂંબેશથી અત્યાર સુધીમાં પ્રાપ્ત વિગત મુજબ પોણા તેર કરોડ જેવી રકમ વસુલાત આવી છે અને વધુ વસુલાત માટે લોકો ટેક્ષ ભરવા પડા પડી કરી રહ્યા છે. પરંતુ વાત એમ છે કે સેવાસદન દ્વારા લોકોને પહોંચતા કરવાના થતા વેરાના બીલો તંત્ર લોકોને પહોંચાડવામાં પાછુ પડે છે. લોકો પૈસા ભરવા તૈયાર છે પણ બીલોની મોટી રામાયણ સર્જાય રહી છે.
નારી ગામમાં આકારણીનું બાકી કામ હવે શરૂ થશે
ભાવનગર શહેરના નવા ભળેલા પાંચ ગામોની આકારણીના બાકી કામમાં નારી ગામની આકારણી કરવાની બાકી છે. નારી ગામમાં આકારણી કરવા તંત્ર દ્વારા કાર્યવાહીઓ હાથ ધરાય તેમ લોકો ઇચ્છે છે. તંત્ર દ્વારા નારી ગામની આકારણીનું કામ શરૂ કરવાની તજવીજ ચાલુ છે.
સેવાસદને સેવકોની ગેરહાજરી ચૂંટણી કામની દેખાતી અસરો
લોકસભાની ચૂંટણીની અસર સેવાસદન પર સીધી રીતે થાય છે. વાત એમ છે કે ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ હવે ચૂંટણી કામમાં વ્યસ્ત બનતા સેવાસદને આવવાનું ટાળે છે. સેવકોને એ વાતની ખબર હોવી જોઇએ કે લોકો સેવાસદને દાખલાઓ, બીલો કઢાવવા, પાણી જેવા ઘણા બધા પ્રશ્નો લઇને આવતા હોય છે અને લોકો પોતાના બોર્ડના સેવકોને ગોતતા ફરે છે. સેવકોની હાજરી ન જણાતા છેવટે કમિશ્નર અને વિભાગીય અધિકારીઓની ચેમ્બરે રજુઆતો માટે લોકોની ઠીકઠીક સંખ્યા જોવા મળે છે. તેવા સમયે સેવકો સેવાસદને દેખાતા જ નથી તેની પણ લોકોમાં ઠીક ઠીક ચર્ચા સાંભળવા મળે છે.
મેડીકલ વેસ્ટ ટ્રેકટર પકડાયું દંડ થયો
મેડીકલ વેસ્ટ ૬૦૦ કિલો પકડાયું સેવા સદને ટ્રેકટરનો દંડ કર્યો. આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યવાહી થતા સેવા સદન વર્તુળ દ્વારા આવી વાત જણાવાય હતી.
મહિપરીએજ માંથી વધુ પાણી મેળવવા પ્રયાસો શરૂ થશે
ઉનાળાના ધોમધખતા તાપ ગરમીના સમયમાં લોકોને વોર્ડ લત્તાઓમોં ધીમા પ્રેશરથી ઓછું પાણી મળતું હોવાની લોક ફરીયાદો ઉઠી રહી છે.
બીજી બાજુ જ્યાં જ્યાં પાણી ઓછું અપાય છે. તેવા લત્તામાં પાણીના ટેન્કરો મોકલવાની માંગ વધી છે. તંત્ર દ્વારા શક્ય વિસ્તારોમાં પાણીના ટેન્કરો મોકલીને પાણીની ફરીયાદો હલ કરવા પ્રયાસો થઇ રહ્યા છે.
આગામી દિવસોમાં શહેરમાં પાણીની તંગી સર્જાય તેવી સ્થિતિ પેદા થાય તે પૂર્વ તંત્ર દ્વારા મહિપરીએજમાંથી વધુ પાણી મળવાની ડિમાન્ડ કરાય તેવા સંજોગો ઉભા થયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની થોડી હરકતો ઉભી થશે તેમ વર્તુળ દ્વારા જાણવા મળે છે.