રસેલ માત્ર બેટ સ્વિંગ કરતો નથી યોગ્ય મેથડથી રમે છે :  જેક કાલિસ

646

જેક કાલિસનાં મતે આંદ્રે રસેલની મહત્વની બાબત તેની બેટિંગની કનસિસ્ટન્સી છે. તેની સ્ટાઇલ અદ્દભુત છે. તેની બેટિંગ સ્ટાઇલ જોઇ વિચારી શકાય કે તે ખૂબ જ ભયાનક રીતે રમે છે. તે માત્ર બેટ સ્વિંગ કરતો નથી, તે યોગ્ય મેથડથી રમે છે, તે પોતાની ગેમને અને ટેકનીક સારી રીતે ઓળખી વાપરે છે. બોલરોએ તેને ક્યાં બોલ નાખવા તેના પર કામ કરવાની જરૂર છે પણ હવે તે કરી શકે તેમ નથી, હકીકતમાં તે તમામ બોલમાં બાઉન્ડ્રી અને સિક્સ ફટકારે છે. રસેલ હાલ ઘણું સારું રમી રહ્યો છે પરંતુ તે આ જીતનો ફાળો ટીમના લોકોને આપે છે. વધુમાં જેક કાલિસે કહ્યું કે ચેન્નાઇની પાસે છેલ્લાં ઘણાં વર્ષોથી સારી ટીમ છે. જે તેમની ટીમમાં રહેલાં ઘણા ચહેરા પરથી ખબર પડે છે. અમારી પાસે આગામી બે ગેમ પછી થોડો લાંબો બ્રેક છે. જે અમારા ખેલાડીઓ માટે હાર્ફ ટર્મ હોલીડે જેવો રહેશે. જો અમે બે મેચ જીતીને નાની રજાઓ પર જઇશું તો અમે ટુર્નાનેન્ટના ટેબલના પહેલાં બે સ્થળે પહોંચી જઇશું.

Previous articleIPLન્નાં નિયમોનો ભંગ કરતા ધોનીની મેચ ફીની ૫૦ ટકા રકમ કાપી લેવાશે
Next articleઇંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન માઇકલ વૉને એમએસ ધોનીની ઝાટકણી કાઢી