રોસટેકે રશિયન એરક્રાફ્ટનો નવો પ્રોજેક્ટ શરૂ કર્યો

640

રશિયન સ્ટેટ કોર્પોરેશન રોસેટેક દેશના પ્રથમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ -૨ ૧૧૨ વી ના નિર્માણનો પ્રોજેક્ટ અમલી કરી રહી છે.

નવા પ્લેનના કમ્પોનન્ટ્‌સ અને એસેમ્બ્લીઝ કે જ ે રોસટેકના ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા નિર્મિત છે તેણે પ્લેનના પ્રથમ ઉડ્ડયનમાં સફફ્રતાપૂર્વક પ્રદર્શન કર્યુ હતું. -૨-૧૧૨વી નું પ્રથમ પ્રોટોટાઈપ કે જે યુનાઈટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન (યુએસી) દ્વારા નિર્મિત છે તેણે ૩૦ માર્ચે વોરોનેઝમાં આકાશમાં ઉડ્ડયન કર્યુ હતું.

૨-૧૧૨વી ના તમામ કમ્પોનન્ટ્‌સ રશિયામાં બનેલા છે. તે આધુનિક  ટીવી૭-૧૧૭એસટી ટર્બોપ્રોપ એન્જિનો સાથે સજ્જ છે અને યુનાઈટેડ એન્જિન કોર્પોરેશન (યુઈસી) દ્વારા પ્રોડ્યુસ તથા ૩૧૦૦ એચપીનો મહત્તમ ટેકઓફ પાવર આઉટપુટ ધરાવે છે. આ એન્જિનો તેમની મોડ્યુલરિટી અને એફિશિયન્ટ ઈંધણ વપરાશમાં વિશિષ્ટ છે અને તેની શ્રેણીમાં સૌથી ઉત્તમ  પેરામીટર્સ ધરાવે છે. વધુમાં, રેડિયો-ઈલેક્ટ્રોનિક ટેકનોલોજીસસ કન્સર્ન કેઆરઈટી ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ અને ટેકનોડીનામિકા હોલ્ડિંગ કંપનીએ પ્લેનના લેન્ડિંગ ગિયર, હાઈડ્રોલિક્સ અને પાવર સપ્લાઈ સિસ્ટમ ડિઝાઈન કર્યા છે.

રોસટેકના એવિએશન ક્લસ્ટરના ડિરેક્ટર એન્ટોલી સર્દ્યુકોવે કહ્યું હતું, ૨-૧૧૨ વી નો એક મહત્ત્વનો લાભ તે ઉબડખાબડ રનવે પર પણ સંચાલિત કરી શકાય છે. પ્લેનનો ઉપયોગ અત્યંત મુશ્કેલ સ્થિતિઓમાં પણ થઈ શકાય છે જેમકે અત્યંત ઊંચાઈ પર આવેલા એરફિલ્ડ કે અત્યંત ઠંડા તાપમાનમાં તે સંચાલિત થઈ શકે છે. ભારત સહિત એશિયામાં એરિયલ ટ્રાન્સપોર્ટ સ્ટ્રક્ચર્સ અને રૂટ નેટવર્કના પ્રિડિક્ટેડ  ટ્રાન્સફોર્મેશન, ચીનના બેલ્ટ અને રોડ ઈનિશિયેટિવને અમલી કરવાના વધતા પ્રયાસો તેમજ લેટિન અમેરિકાના દેશો વચ્ચે વધતા એર ટ્રાફિકને જોતા અમને વિશ્વાસ છે કે રશિયા અને વિદેશોમાં ૨-૧૧૨વી ની ખૂબ માગ રહેશે. આગામી ૨૦ વર્ષમાં આ શ્રેણીના વિમાનોની વૈશ્વિક માગ ૪૫૦-૫૦૦ વિમાનો સુધીની થવાનો અંદાજ છે.’

લાઈટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ૨-૧૧૨ફથી સિવિલિયન સેક્ટરના વિવિધ કાર્યો થઈ શકે છે. પ્લેનનું સિવિલિયન વેરિએન્ટ એ રીતે ડિઝાઈન થયું છે કે જે બહોફ્રી રેન્જ ધરાવે છે અને કમર્શિયલ યુઝ માટે તે ૫ ટનના વિવિધ કાર્ગોનું પરિવહન કરી શકે છે.

ક્રૂઝ સ્પીડ ૪૭૦ કિમી/કલાક છે અને મહત્તમ ફ્લાઈટ રેન્જ મહત્તમ બોજ સાથે જ્યારે ટેક ઓફ થાય ત્યારે લઈ શકે છે અને તે ૧૨૦૦ કિમીના ઉબડખાબડ એરફિલ્ડથી સંચાલિત થઈ શકે છે.

Previous articleગ્લોબલ ઇન્ડિયન સ્કુલને સુપ્રીમ કોર્ટની લપડાક, નિર્ણય વાલીઓની તરફેણમાં આવ્યો
Next articleઇસનપુરમાંથી ડાકોર-પાવાગઢ પગપાળા સંઘને પ્રસ્થાન કરાવ્યું