કોની પાસેથી કેટલી રકમ મળી તે અંગે માહિતી આપવા હુકમ

714

ચૂંટણી બોન્ડસની કાયદેસરતાને લઇને સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આજે મોટો અને કઠોર નિર્ણય કર્યો હતો. ચૂંટણી બોન્ડ્‌સ પર સુપ્રીમ કોર્ટે લાલઆંખ કરીને ૩૦મી મે સુધી તમામ રાજકીય પક્ષોને કોની પાસેથી કેટલી રકમ મળી છે તે અંગે ચૂંટણી પંચને માહિતી આપી દેવા સ્પષ્ટ સૂચના આપી છે. રાજકીય પક્ષોને એક ચોક્કસ મહેતલ આપવામાં આવ્યા બાદ રાજકીય પક્ષોમાં ખળભળાટ મચી ગયો છે. સીલબંધ કવરમાં ૧૫મી મે સુધી ડોનેશન અંગેની માહિતી આપવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ નામના એનજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. એનજીઓ તરફથી તર્કદાર દલીલો કરવામાં આવી હતી. ભાજપને વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮માં  ૯૯૭ કરોડ અને ૯૯૦ કરોડ રૂપિયા મળ્યા છે જે કોંગ્રેસને મળેલી રકમ કરતા પાંચ ગણી વધારે છે. ચૂંટણી પંચના વકીલે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૭-૧૮માં ભાજપને ૫૨૦ ઇલેક્ટ્રોરલ બોન્ડ મળ્યા હતા જેની કિંમત ૨૨૨ કરોડ રૂપિયા હતી.

પાર્ટીએ આમાથી ૫૧૧ ઇલેક્ટ્રોરલ બોન્ડ રિડિંગ કર્યા હતા જેની કિંમત ૨૨૧ કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. ચૂંટણી પંચ તરફથી આને લઇને હવે તમામ રાજકીય પક્ષોને માહિતી આપવી પડશે. ચૂંટણી પંચે મહત્વપૂર્ણ માહિતી જારી કરવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી સૂચના મળી ચુકી છે. ચૂંટણીમાં મતદાન જારી છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા લાલઆંખ કરવામાં આવતા રાજકીય પક્ષોને હવે સ્પષ્ટ માહિતી આપવી પડશે. પોલ બોન્ડમાં ભાજપને ૨૧૦ કરોડ રૂપિયા મળ્યા હતા જ્યારે અન્યોને ૧૧ કરોડ રૂપિયા મળ્યા હતા. ચૂંટણી પંચ તરફથી ઉપસ્થિત રહેલા સિનિયર એડવોકેટ રાકેશ દ્વિવેદીએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ દિપક ગુપ્તા તેમજ સંજીવ ખન્નાની બનેલી બેંચને માહિતી આપી હતી. અરજીદારો દ્વારા કેટલીક સ્પષ્ટ માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આ આદેશને ચૂંટણી બોન્ડસને લઇને મોટા નિર્ણય તરીકે ગણવામાં આવે છે. સીજેઆઇ રંજન ગોગોઇ, જસ્ટીસ દિપક ગુપ્તા અને જસ્ટીસ સંજીવ ખન્નાની બેંચે કહ્યુ હતુ કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતાખુબ જરૂરી છે. જેથી આ બાબતને લઇને ચર્ચા જારીી રહી છે. ઇલેક્ટોરલ બોન્ડસ મારફતે મળેલા ડોનેશનની રકમ અંગે ખુલાસો કરવામાં આવે તે જરૂરી છે. ચીફ જસ્ટીસે ચુકાદો લખતા કહ્યુ છે કે તમામ રાજકીય પક્ષોને આજથી લઇને ૧૫મી મે સુધી ડોનેશનન માહિતી પંચને ૩૦મી મે સુધી સોંપવાની રહેશે. આ વિગતમાં તેમને ડોનેશનમાં મળેલી રકમ અંગે ખુલાસો કરવાનો રહેશે. એવા ખાતાની વિગત પણ આપવાની રહેશે જેમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ મામલે ગુરૂવારના દિવસે પણ સુનાવણ કરવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યોહતો. કેન્દ્ર સરકારની આ સ્કીમની સામે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિપોર્મ દ્વારા જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. એનજીઓ તરફથી સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભુષણ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે.એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યુ હતુ કે આ સ્કીમનો ઉદ્ધેશ્ય ચૂંટણી દરમિયાન બ્લેક મનીના દુરુપયોગને રોકવા માટેનો રહેલો છે.

Previous articleક્વેટાની શાક માર્કેટમાં બ્લાસ્ટ થતા ૨૦ના મોત, અનેક ઘાયલ
Next articleહવે IPL પર ત્રાસવાદી હુમલો થઇ શકે : એલર્ટની જાહેરાત થઇ