ભારતીય સેનાએ પાકીસ્તાનનો સન્માન રાખીને જ આતંકી ઠેકાણાં ઉપર હુમલા કર્યા છે – રાજનાથસિંહ

788

ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે આજે ભાવનગર લોકસભાના ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં યશવંતરાય નાટ્યગૃહ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પાકીસ્તાનનું પુરૂ સન્માન રાખીને જ આતંકી ઠેકાણાંઓ પર જ હૂમલા કર્યા છે અને આતંકીઓને જ નિશાન બનાવ્યા છે. પુલવામા ખાતે થયેલ હુમલામાં આતંકીઓને પાકિસ્તાનથી જ તાલીમ મળી છે તેમ જણાવ્યું હતું.

ભાવનગર લોકસભાના ઉમેદવાર ભારતીબેન શિયાળના સમર્થનમાં ભાવનગર આવી પહોંચેલા રાજનાથસિંહનું એરપોર્ટ ખાતે ભાજપના મેયર સહિત આગેવાનોએ સ્વાગત કર્યું હતું જ્યારે યશવંતરાય ખાતે યોજાયેલ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભાવનગરના ઉદ્યોગપતિઓ વેપારીઓ, શીપબ્રેકરો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજનાથસિંહે એન્ટીસેટેલાઇટ મીસાઇલનો પ્રોજેક્ટ ૨૦૦૭માં બનાવ્યો હતો પરંતુ અન્ય મહાસત્તા ધરાવતા દેશોની નારાજગીની દહેશતના પગલે તેને અમલી બનાવાય નહોતી . પરંતુ પ્રધાનમંત્રીએ કોઇની ચિંતા કર્યા વગર આ કામ કરી બતાવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં આંતર રાષ્ટ્રીય કક્ષાએ પાંચમા ક્રમે લઇ જવાની ભારતને મળી હોવાનું જણાવ્યું હતું. આ સંમેલનમાં મંત્રી વિભાવરીબેન દવે ઉપરાંત મેયર મનભા મોરી, પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેેન્દ્રસિંહ રાણા, પ્રભારી મહેશ કસવાલા, શહેર પ્રમુખ સનતભાઇ મોદી, જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

ભારતીબેન શિયાળે આજે નાગરપર, જોટીંગડા, રાજપરા, સાલૈયા, ઢાકણીયા, ખાખુયી, શેરવાણીયા, ભદ્રાવળી, પાળીયાદ, કુંભારા, રતનપર સહિતના ગામોમાં જનસંપર્ક તેમજ સભાઓ કરી હતી. જ્યાં તેમને સર્વ લોક પ્રતિસાદ મળ્યો હતો.

Previous articleઅમીત ચાવડાએ ભાવનગરમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો સાથે મીટીંગ યોજી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે