બરવાળા પાણી પુરવઠા બોર્ડે ગેરકાયદેસર પાણી ચોરી કરનાર સામે લાલ આંખ કરી

903

બરવાળા પાણી પુરવઠા બોર્ડ દ્વારા તાલુકાના ગામડામાં વિતરણ કરવામાં આવતી પાણીની લાઈનમાં અમુક ઇસમો દ્વારા ગેરકાયદેસર પાણી ચોરી કરતા ઇસમો સામે લાલ આંખ કરી કડક કાર્યવહિ કરવામાં આવતા પાણી ચોરોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાના કેટલાક ગામોમાાં પીવાના પાણીની મેઈન પાઈપ લાઈન તોડી પાણી ચોરી કરવામાં આવતી હોવાથી છેવાડાના ગામોમા પીવાનું પાણી મળતુ ન હોવા અંગેની ફરીયાદ પાણી પુરવઠા બોર્ડ બરવાળાને મળતા જેના પગલે પા.પુ.બોર્ડ દ્વારા છેવાડાના ગામોના લોકોને પીવાનુ પાણી મળી રહે તેવા હેતુથી ફરીયાદના આધારે બરવાળા પાણી પુરવઠા વિભાગ દ્વારા લાલ આંખ કરી ગામડામા જતી પાઈપ લાઈન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ જેમાં પાણીની લાઈન તોડી ગેરકાયદેસર કનેક્શન લઇ ગેરકાયદેસર રીતે પાણીની ચોરી કરનાર સામે લાલ આંખ કરવામાં આવી હતી તેમજ ગેરકાયદેસર કનેકશન દુર કરી પાણી ચોરી કરતા લોકોને ચેતવણી આપવામાં આવી હતી હાલમાં ઉનાળાની સિઝનના કારણે બરવાળા તાલકુાના ઢાઢોદાર,રામપરા,બેલા વગેરે ગામોમા પીવાનુ પાણી પુરતા પ્રમાણમાં પ્રેસરથી પહોચતુ ન હતુ આ અંગે ફરીયાદ મળતા જીલ્લા

કલેકટર સુજિતકુમાર દ્વારા પાણી પુરવઠા વિભાગને પાણીની ગેરકાયદેસર ચોરી કરતા તત્વો સામે કડક પગલા લેવા સુચના આપવામાં આવતા પાણી પુરવઠા વિભાગ બરવાળાના નાયબ કાર્યપાલક ઇજનેર જયદિપસિંહ ચુડાસમા દ્વારા જુદી-જુદી ટીમ બનાવી લાઈન ઉપર તા.૧૨/૦૪/૨૦૧૯ ના રોક ચેકિંગ હાથ ધરવામાં આવતા બરવાળા થી ઢાઢોદાર જતી પાઈપ લાઈનમાં કાપડીયાળી ગામ પાસે ખેડુતો દ્વારા પીવાના પાણી ની પાઈપ લાઈન તોડી ખેતી માટે પાણી ચોરી કરવામાં આવતુ હોવાનુ પ્રકાશમાં આવતા પાણી  પુરવઠા વિભાગ બરવાળા દ્વારા ગેરકાયદેસર કનેકશન દુર કરવાની કાયયવાહી કરેલ અને બીજીવાર પાણી ચોરી કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી.

પાણી ચોરો સામે ફોજદારી કરાશે

બરવાળા તાલુકાના ગામડાની પાણીની લાઈનમાં ગેરકાયદેસર પાણીના કનેક્શનો લઈ ચોરી કરતા ઇસમો સામે આગામી દિવસોમાં ફોજદારી ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવશે તેમ જયદિપસિંહ ચુડાસમા ના.કા.ઇ.પા.પુ.બોર્ડ બરવાળા દ્વારા જણાવાયું હતું.

Previous articleસાહસીક યોદ્ધા વીર મોખડાજી ગોહિલ
Next articleતળાજાની દિકરીનું શિક્ષણમંત્રીનાં વરદહસ્તે ગૌરવભેર સન્માન