પાકિસ્તના જેલમાં સબડતા માછીમારોની સજા પૂર્ણ થતા ૯૭ જેટલા માછીમારોને પાકિસ્તાન સરકારે છોડતા વાઘા બોર્ડરથી ભારત ફીશરીઝ તથા તંત્રને સોંપવામાં આવતા અમૃતસરથી રેલવે મારફત અને બાદમાં બરોડાથી બસ મારફત વેરાવળ આ માછીમારોને લાવવામાં આવ્યા હતા. આ માછીમારોમાં ગીર સોમનાથ જીલ્લાના ૭૩ માછીમારોનો સમાવેશ થાય છે જેમાં ઉના, કોડીનાર, ગીરગઢડા ,સુત્રાપાડા તાલુકાના માછીમારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવસારી ના ૧, યુપીના ૧૩ ,વલસાડ ના ૨,દેવભુમી દ્વારકાના ૮ માછીમારોનો સમાવેશ થાય છે. આ માછીમારો આવવાના છે તેની જાણ થતા તેમના પરીવારજનો સવારથી ફીશરીઝ કચેરી વેરાવળ ખાતે આવી પહોંચ્યા હતા. અને કાગડોળે પોતાના સ્વજન જે પાકિસ્તાન જેલમાં સબડતા હતા તેની રાહજોતા હતા. કીડીવાવ ખાતે તમામ તપાસ ચેકીંગ કરી વેરાવળ ફીશરીઝ કચેરી ખાતે ૨.૩૦ કલાકે આવી પહોંચતા જ પરીવારજનોને લાગણીભીના દૃશ્યો સર્જાયા હતા. સ્થાનિક આગેવાનો,માછીમારના પરીવાર જનો પોતાના સ્વજનો ને જોઇ ભેટી પડયા હતા તેમને ફૂલહાર કરી મોઢા મીઠા કરાવી માદરે વતન જવા રવાના થયા હતા. ઉનાના કાજરડી ગામના જીવી પાલા વાજા દ્વારકાના અલ રૂકસાર બોટમાં ગયા હતા ત્યારે જખૌ પાસેથી પાકિસ્તાન મરીન એજન્સીએ તેમને પકડી પાડયા હતા. બે વર્ષથી જેલમાં સબડતા હતા તેમને રોજ પાંચ રોટલી, દાળ ભાત શાક અને બે ટાઇમ ચા આપતા , અઠવાડીયામાં એકવાર નોનવેજ આપતા હતા તેમ જણાવ્યુ હતું . પોરબંદરની હિતેશ દેવજી લોઢારીની મહા નાગેશ્વર બોટમાં પાકિસ્તાને પકડી પાડેલા ઉના તાલુકાના ભીખુ ભાણા મજીઠીયા ના જણાવ્યા મુજબ દોઢ વર્ષ પહેલા અમને પકડી ગયા હતા. રોજે રોજ પાંચ રોટલી દાળ ભાત શાક આપતા હતા સામાન્ય મજુરીકામ કરાવતા હતા. અમોને ટીવી મારફત ભારતે એરસ્ટ્રાઇક કરી તે જાણવા મળ્યુ હતું.
મોટાભાગના માછીમારોને હવે શુ કરશો તે અંગે મુંઝવણ હતી કેટલાક બીજો ધંધો કરીશુ . તો કેટલાક માછીમારી સિવાય શુ કરવું પણ હવે પાકિસ્તાન ની જળ સીમામાં નહિ જઇએ તેમ જણાવ્યુ હતું.