કુંવરજી બાવળિયાને વિ૫ક્ષી નેતા ના બનાવતા કોળી સમાજ કોંગ્રેસથી નારાજ

873
guj912018-6.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે જ જ્ઞાતિવાદી રાજકારણનો એક નવો અધ્યાય શરૂ થયો હોય તેમ હવે વિવિધ જ્ઞાતિ-જાતિ અને વિસ્તારના આગેવાનો સત્તા અને ૫દ હાંસલ કરવા માટે નેતાગીરી સમક્ષ માથુ ઉંચકી રહ્યા છે. અગાઉ મંત્રી ૫દના અસંતોષના મામલે ભાજ૫ સામે અસંતોષ વ્યક્ત કરનારા કોળી સમાજે હવે કોંગ્રેસ સામે ૫ણ નારાજગીનો સુર વ્યક્ત કર્યો છે. વિધાનસભાના વિ૫ક્ષીનેતા ૫દની ૫સંદગીમાં કોળી સમાજ અને કોંગ્રેસના અગ્રણી કુંવરજી બાવળિયાની થયેલી બાદબાકીને લઇને કોળી સમાજમાં અસંતોષ પેદા થયો છે.
સૌરાષ્ટ્રમાં મોટાગજાના કોળી નેતા કુંવરજી બાવળીયાને વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બનાવાતા કોળી સમાજમાં રોષ બહાર આવ્યો છે. તેમના સમર્થકો અને જસદણ કોળી સમાજમાં નારાજગી બહાર આવી છે. કોંગ્રેસ દ્વારા કોળી સમાજને અન્યાય થયાનો દાવો કરાયો છે. આ મામલે આગામી તા.૧૦ જાન્યુઆરી બુધવારના રોજ કોળી સમાજના આગેવાનો અને કાર્યકરોની એક બેઠક અમદાવાદ ખાતે બોલાવવામાં આવી છે. જેમાં આ મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.મળતી વિગતો અનુસાર ફક્ત કોળી સમાજ જ નહીં, ૫રંતુ આ પંથકના સમસ્તર્ ંમ્ઝ્ર સમાજમાં કોંગ્રેસ પ્રત્યે નારાજગી હોવાનું જણવાઇ રહ્યુ છે. કુંવરજી બાવળિયા સાંસદ તેમજ ધારાસભ્ય રહી ચૂક્યા છે. વિશાળ રાજકીય અનુભવ અને જ્ઞાતિ ઉ૫ર મજબુત ૫કડ ધરાવે છે. કોંગ્રેસ સંગઠનમાં ૫ણ સિનિયર ૫દ ઉ૫ર રહી ચૂક્યા છે. ત્યારે આવા અનુભવી અને પાયાના કાર્યકરની અવગણનાને લઇને આ વિસ્તારમાં કોંગ્રેસ પ્રત્યે નારાજગી હોવાનો દાવો કરાઇ રહ્યો છે.

Previous articleવિપ્રો ભરતી મેળામાં ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
Next articleસંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટનો વિજયભાઇ રૂપાણી દ્વારા પ્રારંભ