શહેરના આનંદનગર હુડકો વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિર ખાતે મહેશ્વરીમાંના વ્યાસાસને ચાલી રહેલી દેવીભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં ભાવિકો કથા શ્રવણ કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે કથા દરમ્યાન ૬૪ જોગણીનાં દર્શન કરાવાયા હતા. જેમાં બાલીકાઓને અલગ અલગ દેવીઓનાં સ્વરૂપ ધારણ કરીને ૬૪ જોગણીઓનાં દર્શનની ઝાંખી કરાવી હતી.