સિંગાપુર ઓપનના સેમિફાઇનલમાં સિંધુનો પરાજય

521

ભારતીય શટલર પીવી સિંધુનો શનિવારે સિંગાપુર ઓપનના સેમિફાઇનલમાં પરાજય થયો હતો. વર્લ્ડ નંબર-૩ જાપાનની નોઝોમી ઓકુહારાએ તેને ૨૧-૭, ૨૧-૧૧થી હરાવી હતી. સિંધુના પરાજય સાથે આ ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત આવી ગયો છે. આ પરિણામની સાથે ઓકુહારાએ સિંધુ વિરુદ્ધ પોતાની જીત-હારનો રેકોર્ડ ૭-૭થી બરોબર કરી લીધો છે.  આ વર્ષે ચોથી વખત છે, જ્યારે સિંધુ કોઈ ટૂર્નામેન્ટના ટાઇટલ મુકાબલામાં જગ્યા બનાવવામાં અસફળ રહી છે. ૨૨ થી ૨૭ જાન્યુઆરી સુધી ચાલેલા ઈન્ડોનેશિયા માસ્ટર્સમાં તે ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનને કૈરોલિના મારિન સામે ૧૧-૨૧, ૧૨-૨૧થી હારી ગઈ હતી.

૬ થી ૧૦ માર્ચ સુધી ચાલેલી ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં તે પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. ત્યારે તેને કોરિયાની સુંગ જી હ્યૂને ૧૬-૨૧, ૨૨-૨૦, ૧૮-૨૧થી પરાજય આપ્યો હતો. નવી દિલ્હીમાં ૨૬ થી ૩૧ માર્ચ સુધી ચાલેલા ઈન્ડિયન ઓપનમાં તેની સફર સેમિફાઇનલમાં પૂરી થઈ ગઈ હતી. તેને ચીનની બિંગજિયાઓએ ૨૩-૨૧, ૨૧-૧૮થી હરાવી હતી. આ મહિને મલેશિયા ઓપનમાં પણ તે બીજા રાઉન્ડ સુધી પહોંચવામાં સફળ રહી હતી. તેને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર-૧૦ સુંગ જી હ્યૂને ૧૮-૨૧, ૭-૨૧થી પરાજય આપ્યો હતો.

Previous articleચેન્નાઇ અને કેકેઆરની વચ્ચે દિલધડક મેચનો તખ્તો તૈયાર
Next articleગાંગુલીએ અમ્પાયર સાથેના વિવાદને ધોનીની પ્રતિસ્પર્ધાત્મકતા ગણાવી