ગાંગુલીએ અમ્પાયર સાથેના વિવાદને ધોનીની પ્રતિસ્પર્ધાત્મકતા ગણાવી

541

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ આઈપીએલમાં અમ્પાયરની સાથે થયેલા વિવાદ પર મહેન્દ્ર સિંહ ધોનીનો બચાવ કર્યો છે. વિવાદ વિશે જ્યારે ગાંગુલીને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, દરેક માણસ છે. જે અલગથી જોવા મળ્યું તે તેની (ધોનીની) પ્રતિસ્પર્ધાત્મકતા છે. આ અસાધારણ છે. તેણે ઈડન ગાર્ડન વિશે વાત કરતા કહ્યું, ઈડનમાં બધુ ખાસ છે. આ ગ્રાઉન્ડ અને અહીંની પિચ દેશમાં સારી છે.

આઈપીએલના ઈતિહાસમાં લગભગ આ પ્રથમ અવસર છે, જ્યારે ધોની ગુસ્સામાં મેદાન વચ્ચે ચાલ્યો ગયો હોય. બીસીસીઆઈએ અમ્પાયર સાથે દલીલ કરવાને લઈને આઈપીએલની આચારસંહિતાનું ઉલ્લંઘન માનતા ધોની પર મેચ ફીના ૫૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. ધોનીએ પણ પોતાની ભૂલ સ્વીકારતા લેવલ-૨ હેઠળ દંડનો સ્વીકાર કર્યો હતો. નિયમો પ્રમાણે આઈપીએલમાં કોઈપણ ખેલાડી પર લાગેલા દંડને તેની ફ્રેન્ચાઇઝી ભરે છે.

Previous articleસિંગાપુર ઓપનના સેમિફાઇનલમાં સિંધુનો પરાજય
Next articleઅલ્પેશ ઠાકોરની હાલત કફોડી : સમાજે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ