રાષ્ટ્રીય નિકાસના યોગદાનના સંદર્ભમાં ગુજરાત એક અગ્રગણ્ય રાજ્ય : નીતિનભાઈ

837
gandhi912018-7.jpg

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજરોજ દિલ્હી ખાતે વાણિજ્ય વિકાસ અને પ્રમોશન કાઉન્સિલની મળેલ ત્રીજી બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો સતત ૨૦ ટકા ફાળો રહ્યો છે અને રાષ્ટ્રીય નિકાસના યોગદાનના સંદર્ભમાં ગુજરાત એક અગ્રગણ્ય રાજ્ય છે. કેન્દ્રિય મંત્રી સુરેશ પ્રભુના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકને સંબોધતા નીતિનભાઈ પટેલે ઉમેર્યું હતું કે, સને ૨૦૧૬-૧૭માં ગુજરાતની નિકાસ રૂા.૩.૫ લાખ કરોડ અને નાણાંકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮ (એપ્રિલ થી નવેમ્બર)ના પ્રથમ આઠ મહિનામાં ગુજરાતમાંથી કુલ નિકાસ રૂા.૨ લાખ કરોડ છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સ, ઈનોર્ગેનિક અને ઓર્ગેનિક કેમિકલ્સ, ડાયમન્ડસ, ફાર્માસ્યુટિકલ્સ, કેસ્ટર ઑઈલ, મગફળી અને કપાસની નિકાસમાં ગુજરાત ટોચના રાજ્યોમાં છે, તે મોટા ગૌરવની વાત છે. આ ઉપરાંત એન્જીનિયરિંગ અને કેપિટલ ગુડ્‌સ, પ્લાસ્ટિક, કોટન ફેબ્રીક્સ, ખાતર, કૃષિ પેદાશો, મરીન પ્રોડક્ટસ અને ડેરી ઉત્પાદનોમાં ગુજરાત રાજ્ય અગ્રગણ્ય નિકાસકાર છે.
નિકાસની વ્યુહ રચનાના અમલીકરણ અને રાજ્યમાં નિકાસકારોની મુશ્કેલીઓના ઉકેલ લાવવા રાજ્ય સરકારે જે અનેકવિધ પગલા લીધાં છે તેની માહિતી આપતા નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નિકાસ કમિશનરની નિમણૂંક કરી છે તેમ જ કૃષિ વિભાગ દ્વારા ‘નિકાસ પ્રમોશન સેલ’ શરૂ કરવાની યોજના છે, જે નિકાસકારોને માર્ગદર્શન અને મદદ આપવા માટે, રાજ્યના તમામ જિલ્લાઓમાં મદદ કરશે.
આ બેઠકમાં નિકાસ વધારવા માટે સૂચનો કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં લેબર ઈન્સેન્ટીવ ઈન્ડસ્ટ્રીઝ જેવી કે, ટેક્ષટાઈલ, ફૂડ પ્રોસેસીંગ અને એન્જીનીયરીંગ ગુડ્‌સ કે જે નોંધપાત્ર રીતે વધુ રોજગારી આપે છે, તેના માટે, ટેક્ષટાઈલ, ફૂડ પ્રોસેસીંગ અને એન્જીનીયરીંગ ગુડ્‌સ કે જે નોંધપાત્ર રીતે વધુ રોજગારી આપે છે, તેના માટે સ્ીષ્ઠિરટ્ઠહઙ્ઘૈજી ઈટર્િંજ હ્લર્િદ્બ ૈંહઙ્ઘૈટ્ઠ જીષ્ઠરીદ્બી હેઠળની સહાયમાં ભારત સરકારે ૧ થી ૨ ટકાનો વધારો કરવો જોઈએ. 
નીતિનભાઈએ વેરાવળ ખાતે મરીન પ્રોડકટ્‌સ ટેસ્ટિંગ લેબોરેટરીની સ્થાપના કરવાની માંગણી કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાંથી માછલીઓનું મોટા પ્રમાણમાં ઉત્પાદન છે અને નિકાસ પણ મોટા પ્રમાણમાં થતી હોય, મરીન પ્રોડક્ટ્‌સ ટેસ્ટીંગ લેબોરેટરી ઉપયોગી સાબિત થશે.  ગુજરાત સરકારે ખેડૂતોની આવક બમણી કરવાની નેમ લીધી છે તેથી કૃષિને લગતી ચીજ-વસ્તુઓની નિકાસમાં ભારત સરકાર વધુમાં વધુ પ્રોત્સાહન આપે તેવી રજુઆત તેમણે બેઠકમાં કરી હતી. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે જે મીનીમમ સપોર્ટ પ્રાઈઝ નક્કી કરે છે અને જે ખર્ચ કરે છે તેની સાથે ખેડૂતો તેમની પ્રોડક્ટ્‌સનું જે નિકાસ કરે છે તેમને પ્રોત્સાહન આપવા માટે સબસીડી આપવી જોઈએ જેથી ખેડૂતો અને ભારત સરકાર બંનેને ફાયદો થશે તેવું તેમણે સૂચન કર્યું હતું.
આ પ્રકારના પ્રોત્સાહનોમાં વધારો કરવાથી નિકાસ સ્પર્ધાત્મક થશે જે ઉત્પાદનની કાર્યક્ષમતા તેમ જ વધુ રોજગારીમાં પરીણમશે તેમ તેમણે ઉમેર્યું હતું. તમામ નિકાસ કરતી ચીજ-વસ્તુઓ અને ખાસ કરીને કેમીકલ્સ અને પેટ્રોકેમીકલ્સ ઉદ્યોગોના નિકાસમાં વૃદ્ધિ માટે ભારત સરકારને પ્રોત્સાહનો વધારવા વિનંતી કરી હતી. 
એમએસએમઇ એકમો જે નિકાસ કરે છે તેમને જી.એસ.ટી.નું રીફંડ અગ્રતાના આધારે મળે તે માટે પણ પટેલે વિનંતી કરી હતી. આ બેઠકમાં કેન્દ્રિય મંત્રી સુરેશ પ્રભુએ સ્મૃતિ ચિહ્ન અને પુષ્પગુચ્છ આપી નીતિનભાઈ પટેલનું સ્વાગત કર્યું હતું અને પુનઃ નાયબ મુખ્યમંત્રી પદ પર વરણી થવા બદલ પટેલને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleસંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટનો વિજયભાઇ રૂપાણી દ્વારા પ્રારંભ
Next articleધાનેરા નજીક ખીમંત ગામ પાસે ડમ્પરની અડફેટે જીપનો કચ્ચરઘાણ : ત્રણનાં મોત