સાંતલપુર તાલુકાના રણમલપુરા, જાખોત્રા, એવાલ, પીપરાળા, બકુત્રા, બાવળા, બરારા, ફાંગલી સહિતના ગામોમાં પીવાના પાણી માટે લોકો વલખાં મારી પડે છે. ઉનાળાના પ્રારંભે જ સાંતલપુર તાલુકામાં પાણીના પોકાર ઉઠી ગયા છે આ ગામોમાં ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે પણ પાણી લોકોની પૂરુંતું મળતું નથી જ્યારે આ ગામમાં સીધાડાના સંપથી પાણી આપવામાં આવી રહી છે જ્યારે ગામમાં ટેન્કર આવતા લોકો લોકો પીવાના પાણી માટે પડાપડી કરી રહ્યા છે. પણ સાતલપુરથી ત્રણ કિલોમીટર આવેલ રણમલપુરા ગામ પણ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યું છે જો કે કચ્છ બ્રાન્ચ કેનાલ ચાલુ થાય તો જ પાણીનો નિકાલ આવે તેમ છે. સાંતલપુર તાલુકાના ચારણકા સ્થિત એશીયાના પ્રથમ સૌથી મોટા સોલાર પાર્કમાં પાણીની ભારે તંગી પડી રહી છે અને રોજેરોજ બહારથી ટેન્કરો દ્વારા પાણી લાવવામાં આવી રહયુ઼ છે. જીપીસીએલ સત્તાધિશો સમક્ષ રજુઆત કરાઇ હતી પણ કોઇ વ્યવસ્થા કરાઇ નથી ત્યારે આગામી જુન જુલાઇમાં વરસાદ થાય ત્યાં સુધી આવીજ હાલત રહેવાની શક્યતાથી ત્યાં કામ કરતા લોકોમાં ભારે વ્યગ્રતા જોવા મળી રહી છે.
સોલાર પ્લાન્ટમાં ચાલી રહેલા પ્રોજેકટોના સંચાલકોના જણાવ્યા મુજબ પ્લાન્ટ સંકુલમાં બનાવેલ તળાવમાં ચોમાસાના વરસાદનું પાણી ભરાતું હતું. પણ આ વખતે તળાવમાં બિલકુલ પાણી નથી. તે ઉપરાંત નર્મદા કેનાલનું પાણી પહેલાં આપવામાં આવતું હતું.
તે પણ મળતું નથી. પાણી સ્ટોરેજ માટે ઓવરહેડ ટાંકી પણ બનાવેલ છે પણ બોરવેલ તો શક્ય બનતાજ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ દરેક પ્લાન્ટને બે ત્રણ ટેન્કર પાણીની જરૂર પડે છે.
બધા મળીને ૧૫૦ થી વધુ ટેન્કર પાણીની જરૂરીયાત સામે કોઇ સગવડ નથી. નજીકના વિસ્તારોમાંથી જ્યાં હોય ત્યાંથી પાણી પ્લેટ ધોવા માટે લાવવું પડે છે. તો પીવા માટે બે ત્રણ દિવસે બામરોલીથી ટેન્કર ભરી લાવવું પડે છે. આ બાબતે સ્થાનિક સત્તાધીશો અને ગાંધીનગર ખાતે બે ત્રણ વખત રજુઆતો કરાઇ છે પણ પાણી કયાંથી લાવવું તેની લાચારી આગળ કરવામાં આવી રહી છે.