હાઈપ્રોફાઈલ ગાંધીનગર બેઠક પર બે ઉમેદવાર અભણ, ચાર વકીલ અને બે ડૉક્ટર

730

ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડવાના છે. જેથી આ બેઠક દેશની હાઈપ્રોફાઈલ બેઠક મનાય છે.

આ બેઠક પર રાજ્યસભાના સભ્ય અમિત શાહની સામે કોંગ્રેસમાંથી ધારાસભ્ય ડૉ. સી.જે ચાવડા ચૂંટણી લડી રહ્યાં છે. આ બેઠક પર કુલ ૧૭ ઉમેદવારો મેદાનમાં છે. શિક્ષિત ગણાતી ગાંધીનગર લોકસભા બેઠકના બે ઉમેદવાર સાવ અભણ છે. જ્યારે ચાર ઉમેદવાર વકીલ અને બે ડૉક્ટર છે. જ્યારે આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાવાનો છે, ત્યારે ભાજપના અમિત શાહની શૈક્ષણિક લાયકાત એસવાય બીએસસી છે.

તો કોંગ્રેસના સી.જે.ચાવડા વેટરનરી સર્જન છે. હિંદુસ્તાન નિર્માણ દળના ઉમેદવાર અરમિશ પટેલ પાસે સૌથી વધુ ડિગ્રી છે.

૧૦થી ઓછુ ભણેલા ૬ ઉમેદવારઃ ગાંધીનગર બેઠકના કુલ ૧૭ ઉમેદવારમાંથી ૬ ઉમેદવારો તો ધોરણ ૧૦ પણ પાસ નથી. આ બેઠકના અપક્ષ ઉમેદવાર ફિરોઝ પઠાણ અને અલી અહેમદ વોરાએ ચૂંટણી પંચમાં રજૂ કરેલી એફિડેવિટમાં અશિક્ષિત હોવાનો ઉલ્લેખ કરેલો છે. આ બેઠકના ધોરણ ૧૦થી ઓછું ભણેલા ઉમેદવારોમાં પ્રકાશ મકવાણા, ખોડા દેસાઈ, અનિલ મકવાણા, મહેન્દ્ર પટણી, વાલજી રાઠોડ અને શાહીબાનું શેખનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ ડિગ્રી ધરાવનાર અમરિશ પટેલ પાસે બી.કોમ., એલએલબી, સીએ, ડીસા અને ડીઆઈઆરએમની ડિગ્રી છે. ત્યારબાદ રાહુલ મહેતા પાસે બી.ટેક માસ્ટ ઓફ સાયન્સ અને એલએલબીની ડિગ્રી છે. જયેન્દ્ર રાઠોડ પાસે બીઈ કોમ્પ્યુટર એન્જિનિયરીંગ, સ્.ીંષ્ઠર (સાયબર સિક્યોરિટી)ની ડિગ્રી છે. ભોગીલાલ રાઠોડ પાસે બી.કોમઅને એલએલબીની ડિગ્રી છે. નરેન્દ્ર ત્રિવેદી પાસે બીએની ડિગ્રી જ્યારે હસમુખ ચન્દ્રપાલ પાસે આઈટીઆઈની ડિગ્રી છે.

Previous articleઅમદાવાદમાં લાખો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે બે કાશ્મીરીઓ ઝડપાયા
Next articleપાટનગરવાસીઓ ૪૨.૪ ડિગ્રી ગરમીમાં અકળાયાં