ધાનેરાના ખીમંત નજીક ગઇ મોડીરાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક નવ પરિણીત યુવાન સહિત ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થતા શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા ખાતે રહેતા જયંતી લુહાર નામના યુવાનના બે દિવસ પહેલાં જ લગ્ન થયા હતા. ગઇકાલે રાત્રે આ યુવાન તેના સગા-સંબંધી સાથે જીપમાં બેસી તેની પત્નીને સાસરીમાં મુકવા માટે બાપલા ગામ જવા નીકળ્યો હતો.
ધાનેરા અને પાથાવડા વચ્ચે ખીમંત ગામ પાસે ગઇ મોડી રાત્રે ડમ્પરે જીપને અડફેટે લેેતા આ ગમખ્વાર ઘટના બની હતી જેમાં નવ પરિણીત યુવાન જયંતી લુહાર સહિત ત્રણનાં મોત થયા હતા. જ્યારે ચાર વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.