કોંગ્રેસના મનહરભાઇ પટેલનો સિહોર પંથકમાં ચૂંટણી પ્રચાર

614

ભાવનગરના લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલ દ્વારા આજે સિહોર પંથકના ગામડાંઓમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો જેમાં ઠેર ઠેર તેમનું સ્વાગત કરવા સાથે લોકો દ્વારા સમર્થન પ્રાપ્ત થયું હતું. ગ્રામ્ય પંથકમાં સભા તેમજ ગ્રુપ મીટીંગો પણ આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.

કોંગ્રેસના મનહરભાઇ પટેલ દ્વારા આજે સિહોર તાલુકાના ગામડાઓનો ચૂંટણી પ્રચાર કરાયો હતો જેમાં જિલ્લા પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ ઉપરાંત પૂર્વ પ્રમુખ મેહુરભાઇ લવતુકા, લાભુભાઇ કાત્રોડીયા, નાનુભાઇ વાઘાણી, બી.જે.સોસા, ગોકુલભાઇ આલ, કાંતિભાઇ ચૌહાણ, જીવરાજભાઇ ગોધાણી, અભેસંગભાઇ મોરી, બી.એમ.મોરી સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં સિહોરના ઘાંઘળી, ટાણા, સણોસરા તેમજ સિહોર સહિત ગામોમાં પદયાત્રા તેમજ સભા અને મીટીંગો કરવામાં આવી હતી. જેમાં લોકો દ્વારા આ વખતે કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલને વિજેતા બનાવવા જણાવાયું હતું.

ગ્રામ્ય પંથકમાં ઠેર ઠેર પદયાત્રા સાથે લોકસંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં મનહરભાઇ પટેલનું વેપારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આવતીકાલે કોંગ્રેસના ઉમેદવાર પાલીતાણા પંથકમાં ચૂંટણી પ્રચાર કરવા ઉપરાંત કાર્યાલયોના ઉદ્દઘાટનો પણ કરશે.

Previous articleભાજપના ભારતીબેન શિયાળનો કુંભારવાડા વિસ્તારમાં લોકસંપર્ક
Next articleપરમાત્મવિચાર – ભગવાન કર્તા-હર્તા