વહીવંચા બારોટ સમાજ સુરત ૧૦૦૦ હજાર બારોટ સમાજને ગોળ વાડા તોડી એક તાંતણે બંધાયો, કમીટીની સર્વાનુમતે વરણી થતા ખુશીનો માહોલ સુરત ખાતે વસતા ૧૦૦૦ બારોટ સમાજને એક તાંતણે બાંધવા અને ૧૮મી સદીમાં જીવતા અંદર અંદર એક હોવા છતાં ગોળ વાડા તોડી માત્ર વહીવંચા બારોટ સમાજની એકતા માટે આગેવાનોની એક અગત્યની બેઠકમાં સર્વાનુમતે કોઇ પ્રમુખ વગર એક કમીટીની રચના ૨૯ આગેવાનો ભેગા થઇ દર વર્ષે સ્નેહમીલન, વિદ્યાર્થીઓને ચોપડા નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરવું. સુરત વહીવંચા બારોટ સમાજમાં કોઇ ચંચળતા દવાખાને બાબતે સહાય કરવી જેવા અનેક ઠરાવો કરાયા જેમાં વડીલો રાકેશભાઇ અભાણી, પ્રમોદભાઇ અભાણી, વજુભાઇ સોલંકી, નરેન્દ્રભાઇ સોલંકી, પરેશભાઇ અભાણી, મયુરભાઇ સરતાજ સહિત આગેવાનોની હાલ ૨૯ સભ્યોની કમીટી બનાવેલ જેમાં આવતા સમયમાં સદ્રશ્યતા અભિયાન શરૂ કરાશે તેમ રાકેશભાઇ બારોટે જણાવ્યું છે.