બરવાળા તાલુકાના ચોકડી ગામ પાસેની ચેક પોસ્ટ ઉપર ભારતિય બનાવટના વિદેશી દારૂ સાથે એકની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહિ હાથ ધરી હતી.
આ અંગે બરવાળા પોલિસ મથકમાંથી મળતી વિગત અનુસાર આગામી સમયમાં લોકસભા ચુંટણી -૨૦૧૯ યોજાનાર હોઇ જે અંતર્ગત બરવાળા ગેલેરીયા પોલીસ ચોકી બનાવવામાં આવેલ છે જે ચેક પોસ્ટ ઉપર ના રોજ રાત્રિના ૮ઃ૦૦ વાગ્યાના અરસામાં આર.કે.પ્રજાપતિ કિરણસિંહ દાયમા, સહદેવદાન ગઢવી, ભગીરથસિંહ ગોહિલ, બહાદુરસિંહ રાઠોડ સહિત પોલિસ સ્ટાફ તથા જી.આર.ડી ના સભ્યો સાથે સઘન વાહન ચેકિગમાં હતા જે દરમ્યાન ધંધુકા તરફથી આવી રહેલ ટાટા સફારી કાર નં.જી.જે.૦૫.જે.ડી.૫૬૯૩ પસાર થતા કારનું ચેકિંગ કરવામાં આવતા કારમાંથી ભારતિય બનાવટની બોટલ તેમજ ચપલા નંગ – ૬ કી.રૂ.૧૧૪૦/- તેમજ ટાટા સફારી કાર કી.રૂ.૫૨૦૦૦૦/- કુલ મળી રૂ.૫૨૧૧૪૦/- સાથે દિલીપ કેશુભાઇ માલાણી રહે.હાલ નવસારી ત્રિવેણી એપાર્મેન્ટ જલાલપુર રોડ મુળ રહે.ખડસલી તા.સાવરકુંડલા વાળાને પકડી પાડવામાં આવ્યો હતો.