ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી સંદર્ભે આદર્શ આચાર સંહિતાના પાલન માટે ખૂબ નિયંત્રણ રખાયું છે. થોડી એવી કોઇપણ ચૂકના રહે તે માટે તંત્ર દ્વારા કામ થયું છે. પ્રસ્તુત તસ્વીર સિહોર તાલુકાના સોનગઢ પોલીસ મથકના લોકાર્પણ પ્રસંગની તક્તીની છે. જેમાં લોકાર્પણ કરનાર મંત્રીના નામ પર કાપલી ચીપકાવવી પડે છે. આચાર સંહિતા એટલે આચાર સંહિતા ઉમેદવારો અને ટેકેદારો દ્વારા આમ, તો ઘણી રીતે આચાર સંહિતાનો ભંગ થતો રહે છે. અને નિરીક્ષકો નોંધ પણ લેતા રહે છે. પણ ઠીક છે તંત્ર દ્વારા એક પછી એક બાબતમાં આચાર સંહિતાનું પાલન થાય તે માટે પૂરતા પ્રયત્નો તો થાય જ છે !