સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પીટલ-ટીંબીના તદ્દન નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી અતિ પ્રભાવિત થઇને આદિવાસી પછાત વિસ્તારના બાળકોનાં શિક્ષણ માટે અને છેવાડાના પછાત વિસ્તારના ગામડાઓના લોકોના ઉત્થાન માટે ઉત્તમ અને નોંધપાત્ર સેવાકાર્ય કરી રહેલા તેમજ સૌરાષ્ટ્રના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે કલ્પસર યોજના સાકાર થાય તે માટે ભગીરથ પ્રયાસો કરનારા વિશ્વમંગલ આશ્રમ – વડોદરાના સ્વામી માર્ગ્યસ્મિતજી ટીંબી હોસ્પીટલની મુલાકાતે આવ્યા હતા. હોસ્પીટલનાં ટ્રસ્ટીઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હોસ્પીટલના તમામ વિભાગોમાં ચાલતા નિઃશુલ્ક સેવાકાર્યને પ્રત્યક્ષ નિહાળી અતિ પ્રસન્નતા વ્યક્ત કરી આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી વિઝીટબુકમાં પોતાનું મંતવ્ય લખ્યું હતું. અને ગુરૂકૃપા અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ લીધેલ હતો.