જીએસટી ઈફેક્ટ : પતંગ બજારમાં મંદીનો માહોલ છવાયો,ભાવમાં ૧૨ ટકાનો વધારો

1144
gandhi1012018-1.jpg

કેન્દ્ર સરકારે પહેલી વાર પતંગ અને દોરી પર પ ટકા જીએસટી લગાવતાં ગત વર્ષની સરખામણીએ પતંગમાં એક કોડીએ રૂ.રપથી ૩૦નો વધારો થતાં ઉત્તરાયણ પર્વની મોસમ ખૂલી છે, પરંતુ બજારમાં મંદીનો માહોલ છવાયો છે. પતંગ અને દોરીની ખરીદી માટે પતંગ રસિયાઓએ આ વર્ષે તેમનાં ખિસ્સાં વધારે હળવાં કરવાં પડશે. ઉત્તરાયણ આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, પરંતુ ખરીદીનો ઉત્સાહ બજારમાં ભાવ વધારાના કારણે દેખાતો નથી.
ટેક્સના પગલે પતંગના ભાવમાં સીધો ૧ર ટકા વધારો થયો છે. ગત વર્ષે એક કોડીનો ભાવ રૂ.૪૦થી પ૦ હતો, જે આ વર્ષે વધીને રૂ.૭૦થી ૮૦ થયો હોવાનું પતંગ વેચનારા વેપારીઓ જણાવી રહ્યા છે. પતંગની સાથે દોરીના ભાવમાં પણ વધારો થયો છે. સાંકળ-આઠ રપ૦૦ વાર ૬ તારના રૂ.૧૬૦ના રૂ.૧૮૦ થયા છે.
૯ તારના રૂ.ર૩૦ હતા, જે હવે રપ૦ થયા છે. ૧ર તારના ગત વર્ષ રૂ.ર૯૦ હતા, જે આ વર્ષે વધીને રૂ.૩૩૦ થયા છે, જ્યારે વર્ધમાન રપ૦૦ વારના ૬ તારના ગત વર્ષે ૧પ૮ હતા, જે આ વર્ષે રૂ.૧૮૦માં વેચાઇ રહી છે. ૯ તારની રૂ.ર૦૦ કિંમત હતી, જે આ વર્ષે રૂ.રર૦માં વેચાણ થઇ રહી છે. ૧ર તારના રૂ.ર૮૦ના હવે ૩૦૦ થયા છે. દોરીમાં ટેક્સ નહોતો, પરંતુ આ વર્ષે પ ટકા જીએસટી લાગતાં સાંકળ, વર્ધમાન, પરફેક્ટ દોરીના ભાવ વધ્યા છે.
દોરી મોંઘી થયા બાદ તેને માંજવાના ભાવમાં પણ વધારો થયો છે. ૧ હજાર વાર દોરી માંજવાનો ભાવ રૂ.૪૦થી પ૦ હતો તે વધીને હવે રૂ.પપ થી ૮૦ થયો છે. પતંગના વેપારી રાજેશભાઇ શ્રીમાળીના જણાવ્યા અનુસાર ગત વર્ષે નોટબંધીના કારણે હોલસેલ બજારમાં મંદી રહી હતી. હવે આ વર્ષે જીએસટી આવતાં પતંગ-દોરીના ભાવ વધ્યા છે. તેથી ફરી એક વાર મંદીનો સામનો કરવો પડી રહ્યો છે.
બજારમાં જે પણ ખરીદી થઇ રહી છે તેમાં કાપડ અને ચીલની પતંગ અને ખંભાતી તથા બરેલી દોરી વધુ વેચાઇ રહી છે. કાપડ અને ચીલ પતંગ કોડીદીઠ બજારમાં રૂ.૮૦થી ૧૦૦ના ભાવે મળી રહ્યા છે, રાજ્યના પતંગ ઉદ્યોગને પણ જીએસટીનું ગ્રહણ નડશે. જીએસટી લાગુ ના પડાયો હોત તો પતંગ ઉદ્યોગમાં ૭ ટકા ઉપરાંતની વૃદ્ધિ થઇ હોત. જીએસટીના કારણે તે આ વર્ષે ર.પ ટકા રહેશે તેવું તારણ છે. વર્ષ ર૦૧પ-૧૬માં રાજ્યમાં પતંગ ઉદ્યોગનું ટર્નઓવર રૂ.પ૭ર કરોડ હતું, જે વધીને વર્ષ ર૦૧૬-૧૭માં ૬૧પ કરોડ થયું હતું. હવે આ વર્ષે રૂ.૬રપથી ૬૩૦ કરોડની વૃદ્ધિ સાથે માત્ર ર.પ ટકા વધશે.

Previous articleમનપા દ્વારા સ્વચ્છતા કાર્યક્રમની ઉજવણી અને આનંદનો ગરબો
Next articleઆઇવૂમી ઇન્ડિયાએ નવા ફલેગશિપ સ્માર્ટ ફોનની સીરીઝ લોન્ચ કરી